World Relays: ભારતીય મહિલા અને પુરુષ 4x400 મીટર રિલે ટીમે પેરિસ ઓલિમ્પિક 2024 માટે કર્યું ક્વોલિફાઇ
World Relays: ભારતીય મહિલા 4x400 મીટર રિલે ટીમ સોમવારે વર્લ્ડ એથ્લેટિક્સ રિલેમાં બીજા રાઉન્ડની હીટ્સમાં બીજા સ્થાને રહીને પેરિસ ઓલિમ્પિક માટે ક્વોલિફાઇ થઈ હતી.
World Relays: ભારતીય મહિલા 4x400 મીટર રિલે ટીમ સોમવારે વર્લ્ડ એથ્લેટિક્સ રિલેમાં બીજા રાઉન્ડની હીટ્સમાં બીજા સ્થાને રહીને પેરિસ ઓલિમ્પિક માટે ક્વોલિફાઇ થઈ હતી. ભારતીય પુરુષોની 4x400 મીટર રિલે ટીમ પણ નાસાઉ, બહામાસમાં વર્લ્ડ એથ્લેટિક્સ રિલેમાં બીજા રાઉન્ડની હીટ રેસ દરમિયાન પેરિસ ઓલિમ્પિક માટે ક્વોલિફાઇ થઈ હતી.
રૂપલ ચૌધરી, એમ આર પૂવમ્મા, જ્યોતિકા શ્રી દાંડી અને સુભા વેંકટેશન ત્રણ મિનિટ અને 29.35 સેકન્ડનો સમય લઇને હીટ નંબર એકમાં જમૈકા (3:28.54) પછી બીજા સ્થાને રહી હતી. અગાઉ ભારતીય ટીમ રવિવારે પ્રથમ રાઉન્ડની ક્વોલિફાઈંગ હીટમાં ત્રણ મિનિટ અને 29.74 સેકન્ડના સમય સાથે પાંચમા સ્થાને રહી હતી.
INDIA WOMEN'S 4*400 M RELAY TEAM QUALIFIED FOR THE OLYMPICS
— SPORTS ARENA🇮🇳 (@SportsArena1234) May 6, 2024
The Indian Quartet of Rupal Jyothika, Poovamma, Subha clocked 3.29.35 to finish 2nd and secure the ticket to the Paris Olympics
Congratulations Team 🎉 pic.twitter.com/Ob76qrzdbJ
પુરૂષોની ટીમ બીજા સ્થાને રહી હતી
મોહમ્મદ અનસ યાહિયા, મોહમ્મદ અજમલ, આરોકિયા રાજીવ અને અમોજ જેકબની પુરૂષ ટીમ 3:3.23 સેકન્ડ સાથે યુનાઇટેડ સ્ટેટ્સ (2:59.95) પાછળ બીજા સ્થાને રહી હતી. તે જાણીતું છે કે બીજા રાઉન્ડમાં ત્રણ હીટમાં ટોચની બે ટીમો પેરિસ ઓલિમ્પિક માટે ક્વોલિફાય કરશે. પેરિસ ઓલિમ્પિક આ વર્ષે 26 જુલાઈથી 11 ઓગસ્ટ દરમિયાન યોજાશે.
INDIA QUALIFIED FOR OLYMPICS IN THE 4*400 M MEN'S RELAY
— SPORTS ARENA🇮🇳 (@SportsArena1234) May 6, 2024
The Indian Quartet of Anas, Amoj, Ajmal, Rajiv clocked 3.03.23 (SB) to finish 2nd and to qualify for the Olympics
Amazing last leg by Amoj to help India win the Paris Quota
A good comeback after yesterday's heartbreak pic.twitter.com/byw8hp67S6
અત્યાર સુધીમાં 19 ટ્રેક અને ફિલ્ડ એથ્લેટ્સ ક્વોલિફાઇ થયા છે
પુરૂષોની ટીમ ક્વોલિફાઇંગ હીટ્સના પ્રથમ રાઉન્ડમાં રેસ પૂરી કરવામાં નિષ્ફળ રહી કારણ કે સેકન્ડ લેગ રનર રાજેશ રમેશને કૈપ્સના કારણે ખસી જવું પડ્યું હતું. આ ક્વોટા સાથે ભારત પાસે પેરિસ ઓલિમ્પિકમાં 19 ટ્રેક અને ફિલ્ડ એથ્લેટ છે, જેમાં ટોક્યો ઓલિમ્પિકના ગોલ્ડ મેડલ વિજેતા નીરજ ચોપરાનો પણ સમાવેશ થાય છે. પેરિસ ઓલિમ્પિકમાં એથ્લેટિક્સ ઈવેન્ટ્સ 1 ઓગસ્ટથી શરૂ થશે.