કયા બે સ્ટાર ખેલાડી બિમાર પડી જતાં ઓસ્ટ્રેલિયા સામેની સેમિ ફાઇનલમાં પાકિસ્તાનની હાલત ખરાબ, જાણો વિગતે
રિપોર્ટ અનુસાર, બન્નેને ફ્લૂ થઇ ગયો છે, બન્નેનો કૉવિડ ટેસ્ટ પણ કરાવવામાં આવ્યો હતો, જેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.
નવી દિલ્હીઃ આઇસીસી ટી20 વર્લ્ડકપમાં આજે બીજી સેમિ ફાઇનલમાં પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા આમને સામને ટકરાશે. પ્રથમ સેમ ફાઇનલમાં ઇંગ્લેન્ડને હરાવીને ન્યૂઝીલેન્ડ ફાઇનલમાં પહોંચી ચૂક્યુ છે. હવે આજની મેચથી નક્કી થશે કે ફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે કોન રમશે. પરંતુ આજની મેચ પહેલા પાકિસ્તાન માટે ચિંતાના સમાચાર સામે આવ્યા છે. રિપોર્ટ છે કે, પાકિસ્તાનના સ્ટાર બેટ્સમેન ગણાતા બે ખેલાડીઓ ગંભીર રીતે બિમારી પડી ગયા છે. આ લિસ્ટમાં વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાન અને સ્ટાર બેટ્સમેન શોએબ મલિકનુ નામ છે, આ બન્ને ખેલાડી સેમિ ફાઇનલ પહેલા બિમાર પડી જતાં પાકિસ્તાન ઓસ્ટ્રેલિયા સામે મુશ્કેલીમાં મુકાઇ ગયુ છે.આ બન્ને ખેલાડીઓએ સેમિ ફાઇનલ અગાઉના ટ્રેનિંગ સેશનમાં પણ ભાગ ન હતો લીધો.
રિપોર્ટ અનુસાર, બન્નેને ફ્લૂ થઇ ગયો છે, બન્નેનો કૉવિડ ટેસ્ટ પણ કરાવવામાં આવ્યો હતો, જેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. ટીમ મેનેજમેન્ટને આશા છે કે તે ઓસ્ટ્રેલિયા સામે સેમિ ફાઇનલ પહેલા ફિટ થઇ જશે. ક્રિકઇન્ફોની ખબરનુ માનીએ તો જ્યારે બન્ને ખેલાડીઓ બુધવારે સવારે ઉઠ્યા તો તેમને સામાન્ય તાવ આવ્યો હતો, શરૂમાં ટ્રેનિંગમાં મોડા જવાની સલાહ આપવામાં આવી, જોકે બાદમાં ટ્રેનિંગ જ ન હતા જઇ શક્યા. ગુરુવારે આ સ્થિતિની પાકિસ્તાન ફરીથી સમીક્ષા કરશે.
પાકિસ્તાનના અજેય સફરમાં શોએબ મલિક અને મોહમ્મદ રિઝવાનનુ મોટુ યોગદાન છે, ગૃપ 2માં પાકિસ્તાન અજેય રહ્યું છે,અને આ સફરમાં બન્ને ખેલાડીઓ ધમાકેદાર ઇનિંગ રમીને ટીમને જીત અપાવી છે. મોહમ્મદ રિઝવાને ટીમને ઓપનિંગમાં મજબૂતી આપી છે તો, મલિકે મીડિલ ઓર્ડરમાં ટીમને સંભાળી છે. હવે આ બન્ને ખેલાડીઓની અચાનકની તબિયત લથડી પડતાં ટીમને મોટો ફટકો લાગ્યો છે, ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં જો આ બન્ને ખેલાડીઓ ફિટ નહીં થાય તો ટીમને ફાઇનલમાં પહોંચવા માટે ખુબ મહેનત કરવી પડશે.
રિપોર્ટ છે કે, પાકિસ્તાનની ટીમમાં મોહમ્મદ રિઝવાન અને શોએબ મલિકની જગ્યા પૂર્વ કેપ્ટન સરફરાજ અહેમદ અને હૈદર અલી લઇ શકે છે.