શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ક્રિકેટઃ રોમાંચક સેમિફાઇનલમાં પાકિસ્તાને ભારતને માત્ર ત્રણ રનથી આપી હાર
ફાઇનલ મેચ 23 નવેમ્બરના રોજ ઢાંકામાં રમાશે.
નવી દિલ્હીઃ ભારતીય ટીમને એસીસીસ એમર્જિગ ટીમ્સ કપ 2019ની સેમિફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો છે. બુધવારે રમાયેલી મેચમાં પાકિસ્તાનનો 3 રનથી વિજય થયો હતો. હવે ફાઇનલમાં પાકિસ્તાનનો સામનો બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન વચ્ચે રમાનારી બીજી સેમિફાઇનલ મેચની વિજેતા ટીમ સામે થશે. ફાઇનલ મેચ 23 નવેમ્બરના રોજ ઢાંકામાં રમાશે.
સેમિફાઇનલમાં પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પાકિસ્તાને 267 રનનો ટાર્ગેટ આપ્યો હતો જેના જવાબમાં ભારતીય ટીમ 50 ઓવરમાં 264 રન જ બનાવી શકી હતી. અંતિમ ઓવરમાં ભારતીય ટીમને આઠ રન જોઇતા હતા પરંતુ પાકિસ્તાની બોલર અમાદ બટે ચાર રન આપી ટીમને વિજય અપાવ્યો હતો.
ભારત તરફથી સનવીર સિંહે 76 રન ફટકાર્યા હતા. તે સિવાય કેપ્ટન બીઆર શરતે 47 રનની ઇનિંગ રમી હતી. આ અગાઉ પાકિસ્તાન તરફથી ઓમૈર યુસુફે 66 રન ફટકાર્યા હતા. ટીમ ઇન્ડિયા તરફથી શિવમ માવીએ, સૌરભ દુબે, રિતિક શોકીને બે-બે વિકેટ ઝડપી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
દેશ
સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion