શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
પાકિસ્તાનનો આ ક્રિકેટર ફિટનેસ ટેસ્ટમાં થયો ફેલ, ગુસ્સામાં ઉતારી નાંખ્યા કપડાને........
ઈન્ટરનેશનલ ટીમમાં સ્થાન બનાવવા સંઘર્ષ કરી રહેલો ઉમર અકમલનો નેશનલ ક્રિકેટ એકેડમીમાં ફિટનેસ ટેસ્ટ થયો હતો. જેમાં તે નિષ્ફળ ગયો હતો. ગુસ્સામાં અકમલે ફિટનેસ ટ્રેનર સામે જ કપડાં ઉતારી નાંખ્યા હતા. જે બાદ તેણે ટ્રેનરને ગુસ્સામાં પૂછ્યું કહો કે હું ક્યાંથી જાડો છું?
લાહોરઃ પાકિસ્તાન ક્રિકેટમાં હાલ અનેક બદલાવ થઈ રહ્યા છે. સરફરાઝ અહમદને કેપ્ટન પદેથી હટાવ્યા બાદ ટીમ મેનેજમેન્ટ નવા ખેલાડીઓને મોકા આપી રહ્યા છે અને જૂના ખેલાડીઓને ટીમમાંથી બહાર કરી રહ્યા છે. છેલ્લા થોડા સમયથી પાકિસ્તાન ક્રિકેટ ટીમનો દેખાવ પણ સામાન્ય રહ્યો છે. આ કારણે કોચ અને ટીમ સિલેક્ટર મિસ્બાહ-ઉલ-હક યુવા ખેલાડીઓને તક આપી રહ્યા છે. આ દરમિયાન પાકિસ્તાનનો સ્ટાર વિકેટકિપર ઉમર અકમલ નવા વિવાદમાં ફસાતો નજરે પડી રહ્યો છે.
ટ્રેનરને ગુસ્સામાં પૂછ્યું, કહો કે હું ક્યાંથી જાડો છું?
ઈન્ટરનેશનલ ટીમમાં સ્થાન બનાવવા સંઘર્ષ કરી રહેલો ઉમર અકમલનો નેશનલ ક્રિકેટ એકેડમીમાં ફિટનેસ ટેસ્ટ થયો હતો. જેમાં તે નિષ્ફળ ગયો હતો. ગુસ્સામાં અકમલે ફિટનેસ ટ્રેનર સામે જ કપડાં ઉતારી નાંખ્યા હતા. જે બાદ તેણે ટ્રેનરને ગુસ્સામાં પૂછ્યું કહો કે હું ક્યાંથી જાડો છું?
લાગી શકે છે પ્રતિબંધ
ફિટનેસ ટેસ્ટ લેનારી ટીમ અકમલના વ્યવહારને લઈ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને ફરિયાદ કરી છે. તેના આ વ્યવહાર માટે બોર્ડ ઉમર પર પ્રતિબંધ લગાવી શકે છે. ઈન્ટરનેશલ ક્રિકેટની સાથે ડોમેસ્ટિક ક્રિકેટથી પણ તેને દૂર રાખવામાં આવી શકે છે. પીસીબીના કોન્ટ્રાક્ટ લિસ્ટમાં પણ તેનું નામ નથી. બીજી તરફ તેનો ભાઈ કામરાન અકમલ પણ ફિટનેસ ટેસ્ટમાં નિષ્ફળ ગયો હતો.
કેવી છે કરિયર
2017ની ચેમ્પિયન્સ ટ્રોફીમાં ફિટ ન હોવાના કારણે ટીમ મેનેજમેન્ટે તેને ઈંગ્લેન્ડથી પાકિસ્તાન મોકલી દીધો હતો. ઉમર અકમલે 16 ટેસ્ટમાં 1 સદી અને 6 અડધી સદીની મદદથી 1003 રન બનાવ્યા છે. ટેસ્ટ ક્રિકેટમાં તેનો સર્વાધિક સ્કોર 129 રન છે. જ્યારે 121 વન ડેમાં 2 સદી અને 20 અડધી સદીની મદદથી 3194 રન બનાવ્યા છે. વન ડેમાં તેનો સર્વોચ્ચ સ્કોર 102 રન છે. 84 ટી-20 ઈન્ટરનેશનલમાં તેણે 1690 રન ફટકાર્યા છે. ટી-20માં અકમલનો સર્વોચ્ચ સ્કોર 94 રન છે.
બાંગ્લાદેશના દિગ્ગજ બેટ્સમેને ફટકારી ત્રેવડી સદી, પાકિસ્તાનનો છૂટ્યો પરસેવો
શાહીનબાગ પ્રદર્શન પર બોલ્યા પીએમ મોદી, કહ્યું- આ સંયોગ નથી, પ્રયોગ છે
અમરેલીઃ સાવરકુંડલાના બાઢડા પાસે બે કાર અને બાઇકનો ત્રિપલ અકસ્માત, બેનાં મોત
INDvNZ: વન ડે શ્રેણી પહેલા ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ફટકો, રોહિત શર્મા થયો બહાર
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
સમાચાર
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion