ગુજરાતની રણજી ટીમના કેપ્ટન પાર્થિવ પટેલની આંતરરાષ્ટ્રીય ટેસ્ટ ક્રિકેટમાં ઓપનર તરીકેની રન સરેરાશ 53.૦૦ની છે. તેણે ઓપનર તરીકેની છ ટેસ્ટ ઈનિંગમાં 53ની સરેરાશથી 265 રન ફટકાર્યા છે.
3/6
ઉલ્લેખનીય છે કે એડિલેડ અને પર્થ ટેસ્ટમાં ભારતની હાલની ઓપનિંગ ટેસ્ટ જોડીએ નિરાશ કર્યા છે, બન્ને ટેસ્ટમાં લોકેશ રાહુલ અને મુરલી વિજય નિષ્ફળ ગયા છે. તો વળી બીજીબાજુ સ્ટાર ઓપનર પૃથ્વી શૉ હાલમાં ઇજાગ્રસ્ત છે. જેના કારણે પાર્થિવ પટેલનો સમાવેશ નિશ્ચિત મનાય છે.
4/6
પાર્થિવે વર્ષ 2004માં પાકિસ્તાન સામેની રાવલપિંડી ટેસ્ટમાં ઓપનિંગ કરતાં 69 રન ફટકાર્યા હતા. આ પછી નવેમ્બર, 2016માં ઈંગ્લેન્ડ સામેની મોહાલી ટેસ્ટમાં ઓપનિંગ કરતાં પ્રથમ ઈનિંગમાં 42 અને બીજી ઈનિંગમાં અણનમ 67 રન નોંધાવતા ભારતની જીતમાં મહત્વનું યોગદાન આપ્યું હતુ. આ પછી ઈંગ્લેન્ડ સામેની ચેન્નાઈ ટેસ્ટમાં તેણે 71 રનની ઈનિંગ રમી હતી.
5/6
ગુજરાતની ટીમના આ સ્ટાર ક્રિકેટર અને વિકેટકીપર બેટ્સમેન પાર્થિવ પટેલ અગાઉ પણ ઓસ્ટ્રેલિયા ધરતી પર ઓપનિંગ કરી ચૂક્યો છે. જેના કારણે ટીમ મેનેજમેન્ટ તેનો વિકલ્પ અંગે વિચાર કર્યો છે.
6/6
નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી ટેસ્ટમાં ભારત મોટો ફેરફાર કરી શકે છે. મેલબોર્નમાં 26 ડિસેમ્બરથી શરૂ થતી ત્રીજી અને નિર્ણાયક ટેસ્ટમાં ભારતીય ટીમ ઓપનિંગ જોડીમાં પરિવર્તન કરીને પાર્થિવ પટેલને પ્લેઇંગ ઇલેવનમાં સમાવી શકે છે.