Pro Kabaddi: Telugu Titans સામે પંગો લેવા માટે મૈટ પર ઉતરશે Dabang Delhi KC, જાણો બન્ને વચ્ચે શું કહે છે આંકડા............
દિલ્હી આ મેચમાં નવીન કુમાર (Naveen Kumar)ને આરામ આપી શકે છે.
Pro Kabaddi League Season 8, Telugu Titans vs Dabang Delhi: શુક્રવારે બેગ્લુરુના શેરાટૉન ગ્રાન્ડ વ્હાઇટફીલ્ડમાં પ્રૉ કબડ્ડી લીગ (Pro Kabaddi League) સિઝન 8ની 128મી મેચમાં તેલુગુ ટાઇટન્સ (Telugu Titans)ની સાથેમ દબંગ દિલ્હી કેસી (Dabang Delhi KC) ટકરાશે. બન્ને ટીમોને આ મેચમાં પરિણામોથી વધારે હાંસલ કે નુકસાન નહીં થાય. પરંતુ દિલ્હી જીતની સાથે સેમિફાઇનલમાં પોતાની જગ્યા પાક્કી કરી શકે છે. બન્ને ટીમો માટે લીગની આ મેચ છેલ્લી છે. જ્યાં દિલ્હી જીત સાથે સેમિફાઇનલમાં પોતાની જગ્યા પાક્કી કરવા માગશે. તો બીજીબાજુ તેલુગુ ટાઇટન્સ સિઝનમાં બીજી જીત હાંસલ કરવા પ્રયાસ કરશે. આ મેચ રાત્રે 8:30 વાગ્યાથી શરૂ થશે, જેનુ સીધુ પ્રસારણ તમે સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક્સ અને હૉટસ્ટાર પર જોઇ શકશો.
સેમિ ફાઇનલમાં પહોંચવા પર રહેશે દિલ્હીની નજર-
ગઇ મેચમાં પટના પાયરેટ્સ (Patna Pirates)ને હરાવીને પ્લેઓફમાં પોતાની જગ્યા પાક્કી કરી ચૂકેલી દિલ્હી કેસની નજર હવે સેમિ ફાઇનલ (Semi-Final) પર ટકેલી છે. દિલ્હી આ મેચમાં નવીન કુમાર (Naveen Kumar)ને આરામ આપી શકે છે. જોકે જોગિન્દર નરવાલ (Joginder Narwal)ની અનુપસ્થિતિમાં મંજિત છિલ્લર (Manjeet Chhillar)એ તેની કમી મહેસૂસ ના થવા દીધી. સંદીપ નરવાલ (Sandeep Narwal) અને વિજય એકવાર ફરીથી રેડિંગ વિભાગને સંભળતા દેખાઇ શકે છે. સાથે જ આશુ મલિક (Ashu Malik) તેનો સાથ આપી શકે છે.
બીજી બાજુ આ સિઝનમાં માત્ર એક મેચ જીતનારી તેલુગુ ટાઇટન્સ પોતાની છેલ્લી મેચમાં હર હાલમાં જીતવા માંગશે. જ્યાં દિલ્હી પોતાની બેન્ચ સ્ટ્રેન્થ અજમાવી શકે છે. તો ટાઇટન્સ પુરેપુરી સ્ટ્રેન્થની સાથે મેટ પર ઉતરી શકે છે. રજનીશ (Rajnish) અને અંકિત બેનિવાલ (Ankit Beniwal) જ્યાં રેડમાં પોતાની જવાબદારી નિભાવશે, તો વળી સંદિપ કન્ડોલા (Sandeep Kandola) સિઝનમાં છેલ્લીવાર પોતાના શાનદાર ટેકલ્સનો નજારો બતાવી શકે છે. બન્ને ટીમો કોઇપણ જાતના દબાણ વિના રમશે. આવામાં જોવાનુ દિલચસ્પ રહેશે કે જીત કોને મળે છે.
શું કહે છે આંકડા-
પ્રૉ કબડ્ડી લીગના ઇતિહાસમાં દબંગ દિલ્હી કેસી અને તેલુગુ ટાઇટન્સની વચ્ચે અત્યાર સુધી 13 મેચ રમાઇ છે. જેમાં ટાઇટન્સને 8 વાર જીત મળી છે, તો દિલ્હીના દબંગોને માત્ર 4 જીત જ નસીબ થઇ છે. બન્ને ટીમો વચ્ચે એક બરાબરીની મેચ (ટાઇ) પર સમાપ્ત થઇ છે. જ્યારે આ સિઝનની પહેલી મેચમાં દિલ્હીએ ટાઇટન્સને એક પૉઇન્ટથી માત આપી હતી.
આ પણ વાંચો-
DRDO Recruitment 2022: DRDOમાં આ જગ્યાઓ માટે ભરતી બહાર પડી, જલ્દી કરો અરજી
Government Jobs: સરકારી નોકરીની સુવર્ણ તક, આ સરકારી વિભાગમાં 950 જગ્યાઓ માટે ભરતી બહાર પડી
Coronavirus Cases Today: દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 25 હજાર 920 કેસ નોંધાયા, 492 લોકોના મોત