શોધખોળ કરો
World Cup 2019: વિસ્ફોટક બેટ્સમેન પર ફિદા થયેલી કેરેબિયન પૉપ સ્ટાર મેચ બાદ ઘૂસી ગઇ ટીમના ડ્રેસિંગ રૂમમાં, ને પછી શું થયુ, જુઓ વીડિયો
મેચ બાદ કેરેબિયન પૉપ સ્ટાર રિહાના વેસ્ટ ઇન્ડિઝ ટીમના ડ્રેસિંગ રૂમમાં પહોંચી હતી
લંડનઃ વર્લ્ડકપ 2019 ટૂર્નામેન્ટમાંથી વેસ્ટ ઇન્ડિઝ ટીમ બહાર ફેંકાઇ ગઇ છે, કેરેબિયન ટીમ પોતાની શ્રીલંકા સામેની મેચ ગુમાવી ને નિરાશ થઇ હતી, જોકે મેચ બાદ ખાસ ઘટના બની. મેચ બાદ કેરેબિયન પૉપ સ્ટાર રિહાના વેસ્ટ ઇન્ડિઝ ટીમના ડ્રેસિંગ રૂમમાં પહોંચી હતી.
પૉપ સ્ટાર ક્વિન કેરેબિયન વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ પર ફિદા થઇ ગઇ હતી, મેચ દરમિયાન તે સ્ટેડિયમમાં ગેલને ચિયર કરતી જોવા મળી હતી. ગેલથી આકર્ષાયેલી અને મળવાની ઇચ્છાથી તે મેચ બાદ વેસ્ટ ઇન્ડિઝ ટીમના ડ્રેસિંગ રૂમમાં પહોંચી ગઇ હતી. અહીં તેને ક્રિસ ગેલ સાથે મુલાકાત કરી હતી અને બાદમાં ગેલે તેને બેટ પર ઓટોગ્રાફ આપીને તસવીરો ખેંચાવી હતી. ડ્રેસિંગ રૂમનો આ વીડિયો સોશ્યલ મીડિયામાં જબરદસ્ત વાયરલ થઇ રહ્યો છે.
નોંધનીય છે કે, શ્રીલંકા અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની મેચમાં, પ્રથમ બેટિંગ કરીને શ્રીલંકન ટીમે 338 રન બનાવ્યા હતા, કેરેબિયન ટીમ 315 રન બનાવી શકી હતી. વેસ્ટ ઇન્ડિઝ આ મેચ 23 રનથી હારી ગઇ હતી.When @rihanna met the Universe Boss ???? ????#CWC19 | #MenInMaroon pic.twitter.com/a5lt6fVIFx
— Cricket World Cup (@cricketworldcup) July 1, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
અમદાવાદ
દેશ
ગુજરાત
Advertisement