(Source: ECI/ABP News/ABP Majha)
પ્રિયાંક પંચાલ કયા મજબૂત પાસાના કારણે રોહિતનો ઓપ્શન બન્યો, દ્રવિડે કઇ વાતને ધ્યાનમાં રાખીને પ્રિયાંકને બોલાવ્યો, જાણો વિગતે
બીસીસીઆઈના સેક્રેટરી જય શાહે કહ્યું રોહિત શર્મા દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણીમાંથી ઈજાના કારણે બહાર થઈ ગયો છે. તેના સ્થાને પ્રિયાંક પંચાલને દક્ષિણ આફ્રિકાના પ્રવાસ માટે બોલાવવામાં આવ્યો છે.
નવી દિલ્હીઃ દક્ષિણ આફ્રિકા પ્રવાસ પહેલા ટીમ ઇન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે, ટેસ્ટ ટીમના વાઇસ કેપ્ટન રોહિત શર્માને ઇજા થતાં તેને ટેસ્ટ સીરીઝમાંથી હટી જવુ પડ્યુ છે. ભારતીય ટીમ આગામી 26 ડિસેમ્બરથી દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ સીરીઝ રમવા જઇ રહી છે. દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ સીરીઝમાંથી રોહિત શર્મા બહાર થયો છે. બીસીસીઆઈના સેક્રેટરી જય શાહે કહ્યું રોહિત શર્મા દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણીમાંથી ઈજાના કારણે બહાર થઈ ગયો છે. તેના સ્થાને પ્રિયાંક પંચાલને દક્ષિણ આફ્રિકાના પ્રવાસ માટે બોલાવવામાં આવ્યો છે. પ્રિયાંક ભારતની A ટીમનો કેપ્ટન છે. ટીમના નિષ્ણાત રાઘવેન્દ્ર પાસેથી થ્રો-ડાઉન લેતી વખતે રોહિતને ઈજા થઈ હતી.
પ્રિયાંક પંચાલનુ મજબૂત પાસુ-
પ્રિયાંક પંચાલને ટેસ્ટ ટીમમાં સામેલ કરવાનુ મોટુ કારણ તેની જબરદસ્ત બેટિંગ છે, ઇન્ડિયા એ ટીમનો કેપ્ટન છે, તેની ખાસિયતની વાત કરીએ તો પ્રિયાંક પંચાલે વિદેશોમાં રમવાનો બહુ લાંબો અનુભવ છે, અને આ કારણ તેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે, આ વાત ખુદ દ્રવિડ બહુ સારી રીતે જાણે છે. પ્રિયાંક પંચાલે દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ કર્યો હતો, આ પહેલા તે ઇન્ડિયા એ માટે બીજા કેટલાક દેશોનો પ્રવાસ કરી ચૂક્યો છે. 2019માં વેસ્ટ ઇન્ડિઝ જઇ ચૂક્યો છે, તે જ વર્ષે શ્રીલંકા સામે પણ શાનદાર બેટિંગ કરી હતી.
ભારતીય ટેસ્ટ ટીમ-
વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઇસ કેપ્ટન), લોકેશ રાહુલ, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પૂજારા, રહાણે, શ્રેયસ ઐય્યર, હનુમા વિહારી, ઋષભ પંત, રિદ્ધિમાન સહા, રવિચંદ્રન અશ્વિન, જયંત યાદવ, ઇશાંત શર્મા, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ, જસપ્રીત બુમરાહ, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ.
ટેસ્ટ સીરિઝનું શિડ્યુલઃ
પ્રથમ ટેસ્ટઃ 26-30 ડિસેમ્બર, સમય 1.30 વાગ્યે (ભારતીય સમય અનુસાર)
બીજી ટેસ્ટઃ 3-7 જાન્યુઆરી, સમય 1.30 વાગ્યે (ભારતીય સમય અનુસાર)
ત્રીજી ટેસ્ટઃ 11-15 જાન્યુઆરી, સમય 2 વાગ્યે (ભારતીય સમય અનુસાર)
વન-ડે સીરિઝનું શિડ્યુલઃ
પ્રથમ મેચઃ 19 જાન્યુઆરી, સમય 2 વાગ્યે (ભારતીય સમય અનુસાર)
બીજી મેચઃ 21 જાન્યુઆરી, સમય 2 વાગ્યે (ભારતીય સમય અનુસાર)
ત્રીજી મેચઃ 23 જાન્યુઆરી, સમય 2 વાગ્યે (ભારતીય સમય અનુસાર)