PKL 9: Tamil Thalaivasએ જયપુર પિંક પેન્થર્સને હરાવ્યું, નવા હેડ કોચ આવતા બદલાયો ટીમનો દેખાવ
પ્રો કબડ્ડી લીગ (PKL) 2022 ની 42મી મેચમાં તમિલ થલાઈવાસે જયપુર પિંક પેન્થર્સ સામે મોટી જીત મેળવી છે
Tamil Thalaivas vs Jaipur Pink Panthers: પ્રો કબડ્ડી લીગ (PKL) 2022 ની 42મી મેચમાં તમિલ થલાઈવાસે જયપુર પિંક પેન્થર્સ સામે મોટી જીત મેળવી છે. નવા મુખ્ય કોચ અહેસાન કુમાર હેઠળની પ્રથમ મેચમાં Tamil Thalaivasએ જયપુરને 38-27ના માર્જીનથી હરાવ્યું હતું. Tamil Thalaivas ની આ સિઝનમાં આ બીજી જીત છે.
Pineetinga, Thalaivas!#CHEvJPP | #IdhuNammaTeam | #GiveItAllMachi | #TamilThalaivas | #VivoProKabaddi pic.twitter.com/GccQJhW5nA
— Tamil Thalaivas (@tamilthalaivas) October 28, 2022
Tamil Thalaivas પહેલા હાફમાં 12 પોઈન્ટથી આગળ હતી
Tamil Thalaivasએ નવા કોચ હેઠળ મેચની શરૂઆત જોરદાર રીતે કરી હતી માત્ર સાડા પાંચ મિનિટમાં જ જયપુર ઓલઆઉટ થઈ ગઇ હતી. આ સાથે તમિલ 10-1થી આગળ હતી. જયપુર માટે અર્જુન દેશવાલે મેચની શરૂઆત કરી ન હતી અને તેની ગેરહાજરીના કારણે ટીમને નુકસાન પહોંચ્યું હતું. અજીત કુમાર અને રાહુલ ચૌધરી રેડિંગમાં ફ્લોપ સાબિત થયા હતા, જ્યારે જયપુરનો ડિફેન્સ પણ નબળો રહ્યો હતો.
Let’s give a huge welcome to our new Head Coach Ashan Kumar
— Tamil Thalaivas (@tamilthalaivas) October 24, 2022
With years of experience under his belt, both domestic and international, we’re sure in this new journey of his, he will take the Tamil Thalaivas team to bigger heights.#tamilthalaivas pic.twitter.com/Vk8pvkklu6
હાફ ટાઇમ સુધીમાં Tamil Thalaivas 20-8થી આગળ હતી. નરેન્દ્ર કંડોલાએ વધુ એક વખત શાનદાર પ્રદર્શન કરતા સાત રેઈડ પોઈન્ટ મેળવ્યા હતા. જયપુર માટે અંકુશ એકમાત્ર ડિફેન્ડર હતો જેણે પોઈન્ટ મેળવ્યો હતો. અંકુશને ત્રણ ટેકલ પોઈન્ટ મળ્યા. એમ. અભિષેકે પણ Tamil Thalaivas માટે ત્રણ ટેકલ પોઈન્ટ મેળવ્યા હતા.
જયપુરે બીજા હાફમાં પોતાની રમતમાં સુધારો કર્યો હતો
Tamil Thalaivas બીજા હાફમાં પણ શાનદાર રમત ચાલુ રાખી હતી અને ચાર મિનિટમાં જ તેણે જયપુરને બીજી વખત ઓલઆઉટ કરી દીધી હતી. ઓલઆઉટ થયા બાદ જયપુરની ટીમ 17 પોઈન્ટથી પાછળ રહી ગઈ હતી. આગામી છ મિનિટ સુધી જયપુરે વાપસી કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ Tamil Thalaivas ની લીડ 17 પોઈન્ટ રહી હતી. છેલ્લી 10 મિનિટમાં અર્જુન દેશવાલે શાનદાર પ્રદર્શન કરીને Tamil Thalaivas ને ઓલઆઉટ કરી લીડને નવ પોઈન્ટ સુધી ઘટાડી દીધી હતી. જો કે તેમ છતાં તેઓ પોતાની હાર ટાળી શક્યા ન હતા.