Pro Kabaddi League, ગુજરાત જાયન્ટ્સ અને હરિયાણા સ્ટીલર્સના ખેલાડીઓની આવી હોઇ શકે છે ડ્રીમ 11, જાણો વિગતે
જાયન્ટ્સ ડિફેન્ડર ગિરીશ મારુતિ પણ ટીમ માટે સતત સફળ ટેકલ કરી રહ્યો છે. ગઇ મેચમાં તેને ટેકલ દ્વારા 4 પૉઇન્ટ્સ જોડ્યા હતા.
Gujarat Giants vs Haryana Steelers : પ્રૉ કબડ્ડી લીગની સિઝન 8ની 28મી મેચમાં આજે ગુજરાત જાયન્ટ્સ અને હરિયાણઆ સ્ટીલર્સ વચ્ચે ખરાખરીનો જંગ જામશે. કેમ કે બન્ને ટીમો અત્યાર સુધી લીગમાં કંઇ ખાસ કમાલ નથી કરી શકી. ગુજરાત જાયન્ટ્સ 7માં તો હરિયાણા સ્ટીલર્સ 11માં નંબર પર છે.
બન્નેની મેચોનો હિસાબ----
પ્રૉ કબડ્ડી લીગમાં આ વખતે ગુજરાત જાયન્ટ્સની 2 મેચોમાં ટાઇ પડી છે, અને એક મેચમાં ટીમને હાર મળી છે. રેડર રાકેશ નરવાલ સતત સફળ રેડ કરી રહ્યો છે. છેલ્લી ચાર મેચમાં તેને 41 પૉઇન્ટ્સ મેળવ્યા છે. 2 વારથી સુપર 10 પૉઇન્ટ્સ હાંસલ કરી ચૂક્યા છે, તે હરિયાણા સ્ટીલર્સ માટે સૌથી મોટો પડકાર હશે.
જાયન્ટ્સ ડિફેન્ડર ગિરીશ મારુતિ પણ ટીમ માટે સતત સફળ ટેકલ કરી રહ્યો છે. ગઇ મેચમાં તેને ટેકલ દ્વારા 4 પૉઇન્ટ્સ જોડ્યા હતા. છેલ્લી 3 મેચોમાં જીતની શોધ કરી રહેલી ગુજરાત ટીમને લયમાં પરત આવવા માટે જવાબદારી આ બે જ ખેલાડીઓ પર રહેશે. તો વળી, હરિયાણાને આ સિઝનમાં અત્યાર સુધી માત્ર એક જીત હાથ લાગી છે. ત્રણ મેચમાં તેને હાર મળી છે. ટીમના કેપ્ટન અને ટૉપ ઓર્ડર રેડર વિકાસ કન્ડોલા બેસ્ટ રમત રમી રહ્યો છે. પરંતુ ટીમને જીત અપાવવામાં સફળ નથી થઇ રહ્યો. તેને ગઇ મેચમાં 7 રેડ પૉઇન્ટ હાંસલ કર્યા હતા.
આ હોઇ શકે છે તમારી ડ્રીમ-11 ટીમ-
રાકેશ નરવાલ, રેડર (ગુજરાત જાયન્ટ્સ), કેપ્ટન
સુરેન્દર નડ્ડા, ડિફેન્ડર (હરિયાણા સ્ટીલર્સ), ઉપ કેપ્ટન
જયદીપ, ઓલરાઉન્ડર (હરિયાણા સ્ટીલર્સ)
રવિન્દર પહાલ, ડિફેન્ડર (ગુજરાત જાયન્ટ્સ)
ગિરિશ મારુતિ, ડિફેન્ડર (ગુજરાત જાયન્ટ્સ)
રોહિત ગુલિયા, ઓલરાઉન્ડર (હરિયાણા સ્ટીલર્સ)
વિકાસ કન્ડોલા, રેડર (હરિયાણા સ્ટીલર્સ)
આ પણ વાંચો..........
CDS Bipin Rawat : બિપિન રાવતના હેલિકૉપ્ટર ક્રેશનું શું છે કારણ, સામે આવી મોટી જાણકારી
IPO 2022: આ વર્ષે આવશે અનેક આઇપીઓ, જાણો શું કહે છે એક્સપર્ટ
વર્ષ 2022માં આ રાશિના લોકો પર શનિ દેવની રહેશે કૃપા
UPI Payment: ઇન્ટરનેટ વિના કેવી રીતે કરશો UPIથી પૈસા ટ્રાન્સફર, આ છે આખી પ્રક્રિયા