(Source: ECI/ABP News/ABP Majha)
PKL: પટના પાયરેટ્સ અને દબંગ દિલ્હી આજે કયા-કયા ખેલાડીઓ લઇને ઉતરશે મેદાનમાં, જુઓ સંભવિત સ્ટાર્ટિંગ-7
આ મેચ બેંગ્લુરુના શેરાટૉન ગ્રાન્ડ વ્હાઇટ ફિલ્ડમાં રાત્રે 8:30 વાગ્યાથી શરૂ થશે. બન્ને ટીમો આ મેચમાં પોતાના પુરેપુરા દમ સાથે ઉતરશે.
Pro Kabaddi League 2021-22, Final : બુધવારે પ્રૉ કબડ્ડી લીગ (Pro Kabaddi League) સિઝન 8ની ફાઇનલ મેચ રમાશે. જ્યાં ત્રણ વારની ચેમ્પીયન પટના પાયરેટ્સનો (Patna Pirates) મુકાબલો ગઇ સિઝનની ઉપવિજેતા દબંગ દિલ્હી કેસી (Dabang Delhi KC) સામે થશે. આ મેચ બેંગ્લુરુના શેરાટૉન ગ્રાન્ડ વ્હાઇટ ફિલ્ડમાં રાત્રે 8:30 વાગ્યાથી શરૂ થશે. બન્ને ટીમો આ મેચમાં પોતાના પુરેપુરા દમ સાથે ઉતરશે.
પટનાને બન્ને લીગ મેચમાં દિલ્હી સામે મળી ચૂકી છે હાર-
સિઝન 8માં પટના પાયરેટ્સ અને દબંગ દિલ્હીની વચ્ચે લીગમાં બે મેચો રમાઇ છે. જેમાં બન્ને વાર પટનાને હારનો સામનો કરવો પડ્યો છે. જોકે દબંગ દિલ્હીના કૉચ કૃષ્ણ હૂડ્ડાએ (Krishan Hooda) મેચ પહેલા કહ્યું કે, પટનાની ટીમ પણ એક સારી ટીમ છે, પરંતુ હુ મારી ટીમને પણ કમ નથી સમજી રહ્યો. મેચ રમાશે, જો તેમનો દિવસ સારો હશે તો તે જીતશે અને અમારો દિવસ સારો હશે તો અમે જીતીશુ.
બન્ને ટીમોના સંભવિત શરૂઆતી 7 ખેલાડીઓ-
પટના પાયરેટ્સ ટીમ-
પ્રશાંત કુમાર રાય (કેપ્ટન), સચિન તંવર (રેડર), ગુમાન સિંહ (રેડર), નીરજ કુમાર (ડિફેન્ડર), મોહમ્મદરજા ચિયાનેહ (ડિફેન્ડર), સાજિન ચંદ્રશેખર (ડિફેન્ડર), સુનિલ (ડિફેન્ડર).
દબંદ દિલ્હી કેસી ટીમ-
જોગિન્દર નરવાલ (કેપ્ટન), નવીન કુમાર (રેડર), જીવા કુમાર (ડિફેન્ડર), મંજિત છિલ્લર (ડિફેન્ડર), આશુ મલિક (ઓલરાઉન્ડર), સંદીપ નરવાલ (ઓલરાઉન્ડર), વિજય મલિક (રેડર).
આ પણ વાંચો..........
ICSI CS પરિણામ આજે થશે જાહેર, આ સાઇટ પર ચેક કરો રિઝલ્ટ
ગ્રેજ્યુએટ પાસ માટે આ સરકારી બેંકમાં સ્પેશિયાલિસ્ટ ઓફિસરની જગ્યા બહાર પડી, મળશે 78000 રૂપિયાનો પગાર
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની આ પરીક્ષાની તારીખમાં કરાયો ફેરફાર
Rohit Sharma: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, T20 ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો
WhatsApp Group પર હાઇકોર્ટનો મોટો ચુકાદો- ‘તમામ મેસેજ માટે એડમિન જવાબદાર નહીં’