PKL: પ્રૉ કબડ્ડી લીગ 2022ની ફાઇનલમાં આજે પટના અને દિલ્હી વચ્ચે જામશે જંગ, બન્ને વચ્ચે શું કહે છે આંકડા, જાણો..........
પ્રૉ કબડ્ડી લીગની સિઝન 8માં રેડર અને ડિફેન્ડરમાં બે ખેલાડીઓ સૌથી વધુ ચર્ચિત રહ્યાં છે. એક બાજુ રેડર તરીકે નવીન કુમાર જે દિલ્હીમાંથી સતત રેડમાં સફળ રહ્યો છે,
Pro Kabaddi League 2021-22, Final : બુધવારે પ્રૉ કબડ્ડી લીગ (Pro Kabaddi League) સિઝન 8ની ફાઇનલ મેચ રમાશે. એકબાજુ ત્રણ વારની ચેમ્પીયન ટીમ પટના પાયરેટ્સ છે તો બીજી બાજુ ગઇ સિઝનની ઉપવિજેતા ટીમ દબંગ દિલ્હી કેસી છે. પટના (Patna Pirates) અને દિલ્હી (Dabang Delhi KC) બન્ને ટીમો આ સિઝનમાં શાનદાર પ્રદર્શન કરીને ફાઇનલમાં પહોંચી છે. બન્ને વચ્ચે આજે રાત્રે 8.30 વાગે બેંગ્લુરુના ગ્રાન્ડ શેરાટૉન વ્હાઇટ ફિલ્ડ મેદાનમાં ફાઇનલ મેચ રમાશે.
શું કહે છે આંકડાઓ-
પ્રૉ કબડ્ડી લીગના ઇતિહાસમાં પટના પાયરેટ્સ અને દબંગ દિલ્હી કેસીની વચ્ચે અત્યાર સુધી 14 મેચો રમાઇ છે, જેમાં પટના પાયરેટ્સને 7 વાર સફળતા મળી છે, તો દિલ્હી ત્રણવારની ચેમ્પીયનને 6 વાર માત આપી ચૂકી છે. આ સિઝનમાં રમાયેલી બન્ને મેચોમાં પટનાને હારનો સામનો કરવો પડ્યો હતો. એટલુ જ નહીં સિઝન 7માં પણ પટનાને દિલ્હી વિરુદ્ધ એકપણ મેચમાં જીત ન હતી મળી. બન્ને વચ્ચે એક મેચ માત્ર બરાબરી પર ખતમ થયો હતો.
નવીન અને મોહમ્મદરજા પર સૌની નજર-
પ્રૉ કબડ્ડી લીગની સિઝન 8માં રેડર અને ડિફેન્ડરમાં બે ખેલાડીઓ સૌથી વધુ ચર્ચિત રહ્યાં છે. એક બાજુ રેડર તરીકે નવીન કુમાર જે દિલ્હીમાંથી સતત રેડમાં સફળ રહ્યો છે, તો બીજીબાજુ પટના પાયરેટ્સનો મોહમ્મદરજા શાદલુ જેને આ વખતે જબરદસ્ત રીતે ડિફેન્સ કર્યુ છે. પટનાનો મોટાભાગનો આધાર આ સિઝનમાં મોહમ્મદરજા પર જ રહ્યો છે.
આ પણ વાંચો..........
ICSI CS પરિણામ આજે થશે જાહેર, આ સાઇટ પર ચેક કરો રિઝલ્ટ
ગ્રેજ્યુએટ પાસ માટે આ સરકારી બેંકમાં સ્પેશિયાલિસ્ટ ઓફિસરની જગ્યા બહાર પડી, મળશે 78000 રૂપિયાનો પગાર
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની આ પરીક્ષાની તારીખમાં કરાયો ફેરફાર
Rohit Sharma: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, T20 ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો
WhatsApp Group પર હાઇકોર્ટનો મોટો ચુકાદો- ‘તમામ મેસેજ માટે એડમિન જવાબદાર નહીં’