શોધખોળ કરો
Advertisement
ICCના નિયમનું ઉલ્લંઘન કરતા રબાડાને દંડ, ઈંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટ નહી રમી શકે
રબાડાને મેચ ફીના 15 ટકાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
નવી દિલ્હી: સાઉથ આફ્રિકા અને ઇંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે સાઉથ આફ્રિકન બોલર રબાડાએ કરેલી એક એક્શનને કારણે તેને દંડ ફટકારવામાં આવ્યો છે. બોલર રબાડાએ જો રૂટની વિકેટ લીધા બાદ કરેલી એક્શનના કારણે ICCની આચારસંહિતાનું ઉલ્લંઘન થયું હતું.
આ ઉલ્લંઘનને કારણે રબાડાને મેચ ફીના 15 ટકાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ સાથે જ રબાડાને એક ડીમેરિટ પોઇન્ટ અપાયો હતો. છેલ્લા 24 મહિનામાં રબાડાને મળેલા કુલ ચાર ડીમેરિટ પૉઇન્ટ્સ મળી ચૂક્યા છે જેને લીધે તે ઇંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટ મેચ નહીં રમી શકે.
માઇકલ વોને પ્રતિક્રિયા આપતા કહ્યું વિરોધી ટીમના સૌથી ખતરનાક પ્લેયરની વિકેટ સેલિબ્રેટ કરવા બદલ રબાડા પર એક મેચનો બેન મૂકવામાં આવ્યો એ વાત ખરેખર વાહિયાત છે. ઓવરરેટ્સ અને સ્લો ગેમ માટે કંઈ નહીં, પણ લીધેલી વિકેટ સેલિબ્રેટ કરો તો પ્રતિબંધિત. આ દુનિયા ખરેખર વિચિત્ર છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
દેશ
ક્રિકેટ
Advertisement