શોધખોળ કરો
Advertisement
બજારમાં આવ્યું નવું ‘કેમલ’ બેટ, વિચિત્ર ડિઝાઈનવાળા બેટથી આ બેટ્સમેને મચાવી ધમાલ
આ એક રીતે ઉંટની પીઠ જેવું દેખાય છે. વિચિત્ર ડિઝાઈનવાળા આ બેટને લઈને બેટિંગ માટે રાશિદ ચર્ચાનો વિષય બન્યો છે.
નવી દિલ્હીઃ અફઘાનિસ્તાનના કેપ્ટન રાશિદ ખાન રવિવારે બિગ બેશ લીગ મેચ દરમિયાન નવા પ્રકારની ડિઝાઈનનું બેટ લઈને મેદાનમાં ઉતર્યા. રાશિદ ટૂર્નામેન્ટમાં એડિલેડ સ્ટ્રાઈકર્સ ટીમ તરફતી રમી રહ્યા છે. મેલબોર્ન રેનેગ્રેડ્સ વિરૂદ્ધ મેચ દરમિયાન તે એવું બેટ લઈને ઉતર્યા જેનો પાછળનો ભાગ ઉંચ જેવો ઉપસી આવેલો હતો.
આ એક રીતે ઉંટની પીઠ જેવું દેખાય છે. વિચિત્ર ડિઝાઈનવાળા આ બેટને લઈને બેટિંગ માટે રાશિદ ચર્ચાનો વિષય બન્યો છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ આ ‘કેમલ’ બેટની તસવીર પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કરી છે. તેમણે તેને ‘ધ કેમલ’ નામ આપ્યું છે. રાશિદ ખાને આ વિચિત્ર બેટ પર તેની આઈપીએલ ટીમ સનરાઈઝર્સ હૈદ્રાબાદે પણ પ્રતિક્રિયા આપી છે. હૈદ્રાબાદે ટ્વીટ કરીને કહ્યું, ‘આ બેટને આઈપીએલ 2020માં પણ લઈને આવજે.’
મેલબોર્નમાં રમાયેલી મેચમાં અલગ પ્રકારના બેટ સાથે મેદાનમાં ઉતરેલ રાશિદે 25 રનની ઈનિંગ્સમાં 2 ચોગ્ગા અને 2 છગ્ગા માર્યા. તે પોતાની ટીમ માટે આ મેચમાં સૌથી વધુ સિક્સ મારનારો ક્રિકેટર રહ્યો.They call it 'The Camel' 🐫 Thoughts on @rashidkhan_19's new style of bat? #BBL09 pic.twitter.com/o59ICEHnrG
— cricket.com.au (@cricketcomau) December 29, 2019
મેન ઓધ મેચ રહેલા રાશિદ ખાને 4 ઓવરમાં 15 રન આપીને 2 વિકેટ પણ ઝડપી. એડિલેડની ટીમે ફિલ સોલ્ટની (54 રન) ઈનિંગ્સની મદદથી 6 વિકેટે 155 રન બનાવ્યા, જે બાદ મેલબોર્નની ટીમ 20 ઓવરમાં 8 વિકેટ પર 137 રન જ બનાવી શકી.Carry it along for IPL 2020, @rashidkhan_19! 😎 https://t.co/qP0WVo1S8v
— SunRisers Hyderabad (@SunRisers) December 29, 2019
આ પહેલા ઓસ્ટ્રેલિયાનો પૂર્વ ઓપનર મેથ્યુ હેડન પણ IPLમાં અલગ પ્રકારના બેટથી રમતો જોવા મળ્યો હતો. હેડને તે બેટને ‘મોન્ગૂજ બેટ’ નામ આપ્યું હતું. તે બેટમાં ઉપરનું હેન્ડલ ખૂબ લાંબું હતું.Carry it along for IPL 2020, @rashidkhan_19! 😎 https://t.co/qP0WVo1S8v
— SunRisers Hyderabad (@SunRisers) December 29, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
અમદાવાદ
ક્રિકેટ
Advertisement