શોધખોળ કરો
Advertisement
રવિન્દ્ર જાડેજા બન્યો સૌથી મોટો ડાબોડી બૉલર, ટેસ્ટમાં કર્યું આ મોટું કારનામું, જાણો વિગત
ટીમ ઈન્ડિયા તરફથી સૌથી ઓછી ટેસ્ટમાં મેચમાં 200 વિકેટ લેવાનો રેકોર્ડ રવિચંદ્રન અશ્વિનના નામે છે. જેણે માત્ર 37 ટેસ્ટમાં 200 વિકેટ ઝડપી હતી.
નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ સીરિઝની પ્રથમ ટેસ્ટમાં એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. જાડેજાએ શ્રીલંકાના ડાબોડી પૂર્વ સ્પિનર રંગના હેરાથનો રેકોર્ડ તોડી દીધો છે.
વિશાખાપટ્ટનમ ટેસ્ટમાં 30 વર્ષીય જાડેજાએ સૌથી ઝડપી 200 ટેસ્ટ વિકેટ લેનારો ડાબોડી બોલર બની ગયો છે. જાડેજાએ પોતાનો 200મો શિકાર ડીન એલ્ગરેને બનાવ્યો હતો. જેણે 160 રન બનાવ્યા હતા. શ્રીલંકાના ડાબોડી પૂર્વ સ્પિનર રંગના હેરાથે 1999માં આ ઉપલબ્ધિ હાંસલ કરી હતી. ટેસ્ટમાં તેણે 433 વિકેટ ઝડપી હતી.
જાડેજાએ પોતાન 44મી ટેસ્ટમાં આ સિદ્ધી હાંસલ કરી છે. જ્યારે હેરાથ પોતાની 200 વિકેટ પૂરી કરવામાં 47 ટેસ્ટ રમી હતી. ત્રીજા નંબરે ઓસ્ટ્રેલિયાનો મિશેલ જૉનસન છે. જેણે 49 મેચમાં આ કારનામું કર્યું હતું. તેના બાદ ઓસ્ટ્રેલિયાના જ મિશેલ સ્ટાર્કે 50 મેચોમાં પોતાની વિકેટોની બેવડી સદી નોંધાવી હતી. ટીમ ઈન્ડિયા તરફથી સૌથી ઓછી ટેસ્ટમાં મેચમાં 200 વિકેટ લેવાનો રેકોર્ડ રવિચંદ્રન અશ્વિનના નામે છે. જેણે માત્ર 37 ટેસ્ટમાં 200 વિકેટ ઝડપી હતી. જ્યારે બીજા નંબેર રવિન્દ્ર જાડેજા છે અને ત્રીજા નંબરે (46 ટેસ્ટ) હરભજનસિંહ છે.200 Test wickets for @imjadeja ????????
He is the quickest amongst the left-arm bowlers to reach the mark ???????? pic.twitter.com/ihilr9kkWM — BCCI (@BCCI) October 4, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બોલિવૂડ
અમદાવાદ
દેશ
Advertisement