શોધખોળ કરો
Advertisement
ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ મેચ પહેલા ભારતને લાગ્યો મોટો ઝાટકો, આ ખેલાડી થયો ઈજાગ્રસ્ત
મુંબઈમાં નેટ પ્રેક્ટિસ દરમિયાન રોહિતના જમણા હાથના અંગૂઠા પર બોલ વાગ્યો, જે બાદથી તેની ઈજાને લઈને ટીમ ચિંતામાં છે.
મુંબઈઃ ભારત અને ઓસ્ટ્રલિયાની વચ્ચે 3 મેચની વન-ડે સીરિઝનો પ્રથમ મુકાબલો મુંબાઈના વાનખેડે સ્ટેડિયમમાં આવતી કાલે રમાશે. જ્યાં બંને ટીમે પોત-પોતાની તૈયરીઓ શરૂ કરી દીધી છે. તેવામાં ટીમ ઈન્ડિયાના વન-ડે મેચના ઉપ-કેપ્ટન રોહિત શર્માને પ્રેક્ટિસ દરમિયાન આંગળીમાં ઈજા થઈ ગઈ છે, જે બાદ તેઓ તરત જ મેદાન છોડી બહાર ચાલ્યા ગયા હતા.
મુંબઈમાં નેટ પ્રેક્ટિસ દરમિયાન રોહિતના જમણા હાથના અંગૂઠા પર બોલ વાગ્યો, જે બાદથી તેની ઈજાને લઈને ટીમ ચિંતામાં છે. જોકે આ પહેલીવાર નથી જ્યારે રોહિત મહત્વપૂર્ણ સીરિઝ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હોય. ટેસ્ટ મેચમાં ડેબ્યૂ પહેલા જ તેના ઘૂંટણમાં ઈજા થઈ હતી અને નવેમ્બરમાં પણ પ્રેક્ટિસ દરમિયાન તે ઈજાગ્રસ્ત થઈ ગયો હતો.
માહિતી પ્રમાણે, મુંબઈમાં જ્યારે બેટ્સમેન મેચનો અભ્યાસ કરી રહ્યા હતા, તે દરમિયાન બોલ તેમના જમણા હાથના અંગુઠા પર લાગી ગયો હતો. જ્યાં ટીમના ડોક્ટર નિતિન પટેલે તેમની તપાસ કરી હતી, પરંતુ રોહિતને આગળની સારવારની કોઈ માહિતી મળી નથી. આ ઈજાને કારણે તેમને પેન પણ પકડવામાં તકલીફ થઈ રહી છે.
સોશિયલ મીડિયા પર વાઈરલ એક તસવીરમાં રોહિત શર્મા એક ફેનને જ્યારે મુંબઈ ઈન્ડિયન્સની જર્સી પર ઓટોગ્રાફ આપી રહ્યો હતો ત્યારે પેન પણ સરખી રીતે પકડી નહોતો શકતો. ઉલ્લેખનીય છે કે આ પહેલા શ્રીલંકા વિરુદ્ધ ટી-20 સીરિઝમાં રોહિત શર્મા ટીમથી બહાર હતો અને ફેન્સને આશા છે કે મુંબઈમાં તેની વિસ્ફોટક બેટિંગ જોવા મળશે.
આ પહેલા પણ ન્યૂઝીલેન્ડના પ્રવાસ માટે રવિવારે ભારતના 16 સભ્યોની T-20 ટીમમાં ઉપ-કેપ્ટન રોહિત શર્મા ટીમમાં પરત ફર્યા છે જ્યારે પસંદગીકર્તાઓએ કેરલના બેટ્સમેન સેમસનને ટીમમાંથી બહાર કરી દીધા છે. ઉલ્લેખનીય છે કે, રોહિત સર્માએ શ્રીલંકાની વિરુદ્ધ રમાયેલી T-20 શ્રેણીમાં આરામ આપવામાં આવ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
દુનિયા
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion