શોધખોળ કરો
Advertisement
રોહિત શર્માએ દીકરી સમાયરા માટે ખરીદ્યા રમકડાં, તો ધવન અને જાડેજાએ કરી મસ્તી, વીડિયો વાયરલ
સાઉથ આફ્રિકા સામેની ત્રણ ટી20 મેચોની સીરીઝમાં પ્રથમ ધર્મશાળી ટી20 વરસાદમાં ધોવાઇ ગઇ, બીજી ટી20 મોહાલીમાં ભારતીયી ટીમે જીતી લીધી હવે ત્રીજી ટી20 બેગ્લુંરુમાં રમાવવાની છે
બેગ્લુંરુઃ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની ત્રણ ટી20 મેચોની સીરીઝમાં હવે અંતિમ મેચ બાકી છે, ત્યારે ફ્લાઇટમાં ત્રીજી ટી20 માટે બેગ્લુંરુ જઇ રહેલા ભારતીય ખેલાડીઓ ફ્લાઇટમાં મસ્તી મજાક કરી હતી, તેનો વીડિયો ખુદ ધવને ઉતારીને શેર કર્યો છે.
વીડિયોમાં જોઇએ તો રોહિત શર્માએ પોતાની દીકરી સમાયરા માટે કેટલાક રમકડાં ખરીદ્યાં છે, આ રમકડાંને લઇને શિખર ધવન અને રવિન્દ્ર જાડેજાએ રોહિત શર્મા સાથે મસ્તી કરી હતી.
રોહિત શર્માએ દીકરી સમાયરા માટે રમકડાં ખરીદ્યાં હતા, તે બેગમાં મુકી રહ્યો હતો ત્યારે શિખર ધવને અને જાડેજાએ મસ્તી શરૂ કરી અને વીડિયો શૂટ કર્યો હતો. ધવને વીડિયોના કેપ્શનમાં લખ્યુ- મળો, અમારી ટીમના પ્રેમ કરનારા અને કેર કરનારા પિતા રોહિત શર્મા અને રવિન્દ્ર જાડેજાને. ધવને પુછ્યુ કે દીકરી માટે શું શું ખરીદ્યું, તો રોહિતે કહ્યું કે મને સારુ લાગ્યુ તે મે લીધુ મારો પરિવાર બેગ્લુરુ આવી રહ્યો છે, તે દીકરીને રમકડાં આપીશ, તેને ગમશે. રોહિતે સાથે લખ્યુ કે દીકરી સમાયરાને રમકડાં ખુબ ગમે છે.
https://www.instagram.com/tv/B2lP9xWH2Yy/?utm_source=ig_web_copy_link
https://www.instagram.com/p/B2lP9xWH2Yy/
ઉલ્લેખનીય છે કે, સાઉથ આફ્રિકા સામેની ત્રણ ટી20 મેચોની સીરીઝમાં પ્રથમ ધર્મશાળી ટી20 વરસાદમાં ધોવાઇ ગઇ, બીજી ટી20 મોહાલીમાં ભારતીયી ટીમે જીતી લીધી હવે ત્રીજી ટી20 બેગ્લુંરુમાં રમાવવાની છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ઓટો
ભાવનગર
Advertisement