શોધખોળ કરો
Advertisement
બાંગ્લાદેશ વિરૂદ્ધ ટી20માં હાર માટે રોહિત શર્માએ આ લોકોને જવાબદાર ઠેરવ્યા
18મી ઓવરમાં ટીમ ઇન્ડિયાની ખરાબ ફીલ્ડિંગ જોવા મળી હતી. પંડ્યાએ બાઉન્ડ્રી લાઈન પર રહીમનો કેચ છોડ્યો અને તે ચોગ્ગો પણ ગયો.
નવી દિલ્હીઃ મુશફિકુર રહીમની અણનમ 60 રનની ઇનિંગના જોરે બાંગ્લાદેસે સીરીઝની પ્રથમ ટી20માં ઐતિહાસિક જીત મેળવી છે. બાંગ્લાદેશે 149 રનના ટાર્ગેટ ત્રણ બોલ બાકી હતો ત્યારે જ મેળવી લીધી હતો. વિરાટ કોહલીની ગેરહાજરીમાંટીમની આગેવાની કરી રહેલ રોહિત શર્માએ હાર માટે ખરાબ ફીલ્ડિંગને જવાબદાર ઠેરવી છે.
મેચ બાદ રોહિત શર્માએ કહ્યું કે, ટીમ ઇન્ડિયાની ખરાબ ફીલ્ડિંગે બાંગ્લાદેશની જીતમાં મહત્ત્વની ભૂમિકા ભજવી. રોહિતે કહ્યું કે, “બાંગ્લાદેશને જીતનું શ્રેય મળવું જોઈએ. તેમણે પોતાની બેટિંગની શરૂઆતમાં જ ટીમ ઇન્ડિયા પર દબાણ બનાવ્યું. આ સ્કોરથી જીત નોંધાવી શકાતી હતી. પરંતુ અમે ખરાબ ફિલ્ડિંગ કરી.”
ત્રણ મેચની સીરીઝના પ્રથમ ટી20માં ભારતીય ટીમે બાંગ્લાદેશ વિરૂદ્ધ ડીઆરએસ લેવામાં પણ ભૂલ કરી. 10મી ઓવરમાં ચહલના બોલ પર રહીમ LBW હતો, પરંતુ ટીમ ઇન્ડિાય રિવ્યૂ લેવાનું ચૂકી ગઈ. આ ઓવરમાં ટીમ ઇન્ડિયાને ખોટો રિવ્યૂ પણ લીધો.
18મી ઓવરમાં ટીમ ઇન્ડિયાની ખરાબ ફીલ્ડિંગ જોવા મળી હતી. પંડ્યાએ બાઉન્ડ્રી લાઈન પર રહીમનો કેચ છોડ્યો અને તે ચોગ્ગો પણ ગયો. રોહિત શર્માએ કહ્યું, અમે રીવ્યૂ ખોટો લીધો. અમે ફીલ્ડિંગ પણ બરાબર ન કરી શક્યા. બેટિંગ કરતાં મુશ્કેલ પિચ પર આ સ્કોર ઘણો સારો હતો.
બાંગ્લાદેસને ત્રણ મેચની સીરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. સીરીઝના બીજા મેચમાં 7 નવેમ્બરે રાજકોટમાં રમાશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દેશ
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion