અત્યાર સુધી રોહિત શર્મા વન-ડેમાં ૧૯૪ સિક્સ ફટાકરી ચૂક્યો છે. ભારત માટે વન-ડેમાં સૌથી વધુ સિક્સ ફટકારવામાં ધોની (૨૧૦ છગ્ગા સાથે) ટૉપ પર છે. જ્યારે તેંડુલકર (૧૯૫ છગ્ગા) બીજા, રોહિત શર્મા (૧૯૪ છગ્ગા) ત્રીજા, સૌરવ ગાંગુલી (૧૮૩ છગ્ગા) ચોથા, યુવરાજસિંહ (૧૫૩ છગ્ગા) પાંચમાં સ્થાને છે.
3/5
વનડેમાં છગ્ગા મારવાના મામલે રોહિત શર્મા ઝડપથી આગળ વધી રહ્યો છે. ભારતીય બેટ્સમેન તરીકે સૌથી વધુ સિક્સર પૂર્વ કેપ્ટન અને વિકેટકીપર મહેન્દ્ર સિંહ ધોનીના નામે છે.
4/5
ઉલ્લેખનીય છે કે, 2017ની ચેમ્પિયન ટ્રૉફી બાદ રોહિત શર્માએ દરેક વનડે સીરીઝમાં સદી ફટકારીને પોતાનુ ફોર્મ યથાવત રાખ્યું છે, હાલમાં જ પહેલી વનડેમાં 152 અણનમ રનમાં 8 છગ્ગા ફટકારીને પોતાનું ફોર્મ સાબિત કરી દીધુ હતું.
5/5
નવી દિલ્હીઃ આજે ભારત વેસ્ટ ઇન્ડિઝ સામે સીરીઝની બીજી વનડે મેચ રમવા વિશાખાપટ્ટનમના મેદાનમાં ઉતરશે. હિટમેન તરીકે ઓળખાતા રોહિતને આજે લોકો સિક્સર મેન તરીકે પણ ઓળખે છે. આજની મેચમાં રોહિતના માત્ર બે છગ્ગા સચિનના સિક્સર ફટકારવાના રેકોર્ડને તોડી શકે છે.