શોધખોળ કરો

ફૂટબોલ વર્લ્ડકપ પર રશિયા-યુક્રેન યુદ્ધની ભયાનક અસર, પોલેન્ડની ટીમે F16 વિમાનોની સુરક્ષામાં જવુ પડ્યું

પોલેન્ડની નેશનલ ફૂટબોલ ટીમના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર આ ઘટનાનો વીડિયો પણ શેર કરવામાં આવ્યો છે.

FIFA World Cup 2022 : એક તરફ દુનિયામાં ફૂટબોલના સૌથી મોટા ફીફા વર્લ્ડ કપને લઈને ચાહકો ભારે ઉત્સાહિત છે જ્યારે બીજી બાજુ યુક્રેન-રશિયા યુદ્ધનો કાળો પડછાયો પણ છવાયેલો છે. સૌ કોઈની નજર કતર ફીફા વર્લ્ડકપ પર ટકેલી છે. 32 દેશો વચ્ચે 20 નવેમ્બરથી મહામુકાબલા શરૂ થવા જઈ રહ્યાં છે. વર્લ્ડકપમાં શામેલ થવા આ તમામ ટીમ કતર પહોંચી રહી છે. યુક્રેનને અડીને આવેલા પોલેન્ડની ફૂટબોલ ટીમે તો હવાઈ સુરક્ષા ઘેરામાં કતર પહોંચવુ પડ્યું હતું. 

પોલેન્ડની ફૂટબોલ ટીમના ખેલાડીઓ કતર જવા રવાના થયા તો તેમને પોતાના જ દેશની સરહદમાંથી સુરક્ષીત રીતે બહાર નિકળવા માટે F-16 યુદ્ધ વિમાનની મદદ લેવામાં આવી હતી. પોલેન્ડની નેશનલ ટીમના સભ્યોને  F-16 જેટ્સના કડક સુરક્ષા ઘેરામાં મધ્ય-પૂર્વના માર્ગે દેશની સરહદથી બહાર લઈ જવામાં આવ્યા .પોલેન્ડની નેશનલ ફૂટબોલ ટીમના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર આ ઘટનાનો વીડિયો પણ શેર કરવામાં આવ્યો છે.  

સુરક્ષા ઘેરા સાથે નિકળી પોલેન્ડની ટીમ

રશિયા અને યુક્રેવ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર અનેક દેશોની સરહદ પર પણ પડી રહી છે.પોલેન્ડ પણ એ દેશોમાં શામેલ છે જેની સરહદો રશિયા-યુક્રેન એમ બંને દેશો સાથે અડે છે. તાજેતરમાં જ પોલેન્ડ-યુક્રેન સરહદ પર મિસાઈલ મિસાઈલ પડી હતી જેમાં 2 લોકોના મોત નિપજતા દુનિયાભરમાં ચકચાર મચી જવા પામી હતી. આ ઘટના બાદ અહીં સ્થિતિ વધારે તણાવગ્રસ્ત બની છે. 

રશિયા-યુક્રેન યુદ્ધને કારણે તણાવપૂર્ણ સ્થિતિને ધ્યાનમાં રાખતા પોલેન્ડની નેશનલ ફૂટબોલ ટીમને કતર ફીફા વર્લ્ડપમાં શામેલ થવા માટે F-16 યુદ્ધ વિમાનોની સુરક્ષા સાથે દેશની સરહદની બહાર લઈજવામાં આવી હતી.પોલેનડની રાષ્ટ્રીય ટીમે તેનો એક વીડિયો શેર કર્તા લખ્યું હતું કે, "અમને F-16 વિમાનો દ્વારા પોલેન્ડની દક્ષણ સરહદે પહોંચાડવામાં આવ્યા. પાયલટ્સને ધન્યવાદ અને શુભકામનાઓ". 

22 નવેમ્બરે રમાશે પહેલી મેચ

પોલેન્ડ 20 નવેમ્બરથી શરૂ થઈ રહેલી ફિફા વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાં ગ્રુપ સીમાં છે. પોલેન્ડની પ્રથમ મેચ 22 નવેમ્બરે મેક્સિકો સામે રમાશે. રોબર્ટ લેવાન્ડોવસ્કીના નેતૃત્વમાં પોલેન્ડની ટીમ 26 નવેમ્બરે સાઉદી અરેબિયા સામે ટકરાશે અને 30 નવેમ્બરે લિયોનેલ મેસીની આર્જેન્ટિના સામે. પોલેન્ડની ટીમ પોતાની પ્રથમ મેચ જીતવાના ઈરાદા સાથે ટુર્નામેન્ટમાં ઉતરશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Embed widget