સચિન અત્યારે પ્રાઈવેટ ટૂર પર છે. 3 મેના રોજ તે મેક્લોડગંજ તિબેટિયન ધર્મગુરુ દલાઈ લામા સાથે ભેટ કરશે. ત્યારબાદ તે ધર્મશાળામાં ક્રિકેટ મ્યુઝિયમનો શિલાન્યાસ કરશે, બાદમાં આ જ દિવસે તે સેન્ટર ઑફ એક્સીલેન્સનું પણ ઉદઘાટન કરશેય. અહીં તે સ્ટેડિયમની ડે એકેડેમીના અંડર-14ના ખેલાડીઓને મળશે અને તેમને ક્રિકેટ વિશે નૉલેજ આપશે.
2/4
નોંધનીય છે કે, સચિને કાંગડા એરપોર્ટ પર પત્રકારો સાથે વાતચીત કરતા આ નિવેદન આપ્યું છે. તેંડુલકર મંગળવારે બપોરે પત્ની સાથે ધર્મશાળા પહોંચ્યો જ્યાંથી તે કંડી સ્થિત હોટલ ધ પેવેલિયન માટે રવાના થઈ ગયો.
3/4
ઉલ્લેખનીય છે કે, અર્જુન લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર અને લેફ્ટ હેન્ડેડ બેટ્સમેન છે. તે અવારનવાર ભારતીય ક્રિકેટર્સ સાથે નેટ પર બોલિંગ અને બેટિંગ કરતો દેખાય છે. ઘણીવાર સચિન પણ તેને કોચિંગ આપતો રહે છે. અર્જુન અત્યારે મુંબઈની અન્ડર-19 ટીમનો સભ્ય છે અને ક્રિકેટમાં કરિયર બનાવવા માટે સખત મેહનત કરી રહ્યો છે.
4/4
ધર્મશાળાઃ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે પોતાના દીકરા અર્જુન તેંડુલકરના ભવિષ્યને લઈને એક નિવેદન આપ્યું છે, જે સાંભળીને તમારા મનમાં સચિન પ્રત્યે સન્માન વધી જશે. સચિને દીકરા અર્જુનના ક્રિકેટના ભવિષ્યને લઈને કહ્યું કે, અર્જુન તેંડુલકરનું ભવિષ્ય કેવું રહે છે તે કોઈ નામથી નહીં પરંતુ મેદાનમાં તેની મહેનત નક્કી કરશે. જો અર્જુન મહેનત કરશે તો જ ક્રિકેટમાં તેનું ભવિષ્ય ઉજળું છે.