એમએસ ધોની બીજી વખત બનશે પિતા, પત્ની સાક્ષી ધોનીના પ્રેગ્નન્ટ હોવાની ખબર વાયરલ
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન એમએસ ધોની બીજી વખત પિતા બનવાના સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન એમએસ ધોની બીજી વખત પિતા બનવાના સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. IPL 2021 ની ફાઇનલ પછી, સાક્ષી ધોનીની ઘણી તસવીરો સામે આવી અને એવું પણ કહેવામાં આવ્યું કે રૈનાની પત્ની પ્રિયંકા રૈનાએ આ વાતની પુષ્ટિ કરી છે.
ક્રિકેટ વેબસાઇટ ક્રિકટ્રેકર સહિત અન્ય મીડિયા અહેવાલો અનુસાર, સાક્ષી ધોની 4 મહિનાની ગર્ભવતી છે. એટલે કે એમએસ ધોની બીજી વખત પિતા બનવા જઈ રહ્યાં છે. સીએસકેના વરિષ્ઠ ખેલાડી સુરેશ રૈનાની પત્ની પ્રિયંકાએ આ વાતની પુષ્ટિ કરી છે. આ જાણકારી રિપોર્ટમાં પણ આપવામાં આવી છે.
આ સાથે સોશિયલ મીડિયા પર ઘણી તસવીરો પણ સામે આવી રહી છે, જેમાં સાક્ષી ગર્ભવતી દેખાય છે. જો કે, આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ મળી નથી. પરંતુ આ સમાચાર સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાવા લાગ્યા છે. આ તેના કેટલાક ઉદાહરણ છે.
Junior #ThalaDhoni arriving Soon😍#SakshiDhoni #MSDhoni pic.twitter.com/hb60eWlAnO
— Pavan💫🔔 (@pavan173173) October 16, 2021
Big news coming for #Dhoni fans 😍..#SakshiDhoni is four month pregnant...#Mahi Expecting for #second #baby..
— Vishal Singh (@fans4AlexZverev) October 15, 2021
That's why so much emotions.. That's why this victory is best... That's what Gift by our #Thala to her... Best Ending.. #Csk #IPLFinal #WhistlePodu #Yellove #CSKvsKKR pic.twitter.com/yDoN2GWYkbઆપને જણાવી દઈએ કે સાક્ષી ધોની ઉત્તરાખંડના દેહરાદૂનની વતની છે. 2010 માં, તેણીએ ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર એમએસ ધોની સાથે લગ્ન કર્યા હતા. આ પછી, વર્ષ 2015 માં, કપલ જીવા માતાપિતા બન્યા. જીવા હાલ 6 વર્ષની છે.Priyanka Raina confirms that MS Dhoni's wife Sakshi is pregnant. Ziva's sibling and MS' second child is soon arriving 👨👩👧👦❤️#MSDhoni #SakshiDhoni #WhistlePodu pic.twitter.com/nnCseqA953
— Saiᴿᵃᵈʰᵉˢʰʸᵃᵐ💞 (@SaiPrabhas777) October 16, 2021
આ દરમિયાન, ફરી સમાચાર આવવા લાગ્યા છે કે, ધોની બીજી વખત પિતા બનવા જઈ રહ્યો છે. હવે આ બાબતમાં કેટલી સચ્ચાઇ છે. તે સમય જ બતાવશે પરંતુ વાયરલ મેસેજ અનુસાર પ્રિયંકા રૈનાએ આ વાતની પુષ્ટિ કરી છે પરંતુ તેના વિશે કોઈ વીડિયો કે પોસ્ટ સામે આવી નથી.
એમએસ ધોનીની વાત કરીએ તો તેની કેપ્ટનશીપમાં CSK ચોથી વખત IPL ચેમ્પિયન બન્યો છે. તેણે ગયા વર્ષે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા પણ કહ્યું હતું. પરંતુ તાજેતરમાં જ તેને આગામી ટી 20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમના માર્ગદર્શક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. એટલે કે, ધોની અત્યારે યુએઈમાં રહેશે અને સીધો સીએસકે કેમ્પમાંથી ભારતીય કેમ્પમાં જોડાશે.