Sania Mirza: સાનિયા મિર્ઝાએ ટેનિસમાંથી નિવૃતિ લીધી, યુવરાજ, અઝરુદ્દીન સહિત નામી હસ્તીઓ સામે આપ્યું ભાવુક ભાષણ
ભારતની સુપરસ્ટાર મહિલા ખેલાડી સાનિયા મિર્ઝાએ સંન્યાસ લઈ લીધો છે. ભારતમાં છેલ્લા બે દાયકામાં જો કોઈ મહિલા ખેલાડીનું નામ દરેક શહેરમાં ફેમસ હતું તો તે સાનિયા મિર્ઝાનું નામ હતું.
Sania Mirza Last Match: ભારતની સુપરસ્ટાર મહિલા ખેલાડી સાનિયા મિર્ઝાએ સંન્યાસ લઈ લીધો છે. ભારતમાં છેલ્લા બે દાયકામાં જો કોઈ મહિલા ખેલાડીનું નામ દરેક શહેરમાં ફેમસ હતું તો તે સાનિયા મિર્ઝાનું નામ હતું. તેણે ટેનિસમાં માત્ર પોતાનું જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં સમગ્ર ભારતનું નામ રોશન કર્યું છે. તેણે હૈદરાબાદમાં રવિવાર, 5 માર્ચ, 2023ના રોજ ખૂબ જ ભીની આંખો સાથે ટેનિસને અલવિદા કહ્યું. તેણે તેની કારકિર્દી હૈદરાબાદથી શરૂ કરી હતી અને હવે તેનો અંત આવ્યો.
FAREWELL TO THE QUEEN OF THE COURT 👑🎾 - SANIA MIRZA
Stars descended in Hyderabad as our legend bid farewell to the court. Sania Mirza, thank you for all the memories and your incredible contribution to Indian tennis and sport.@MirzaSania | @imrandomthought | @anammirza pic.twitter.com/FA0PXjyq1A— Indian Tennis Daily (ITD) (@IndTennisDaily) March 5, 2023
સાનિયાએ તેની કારકિર્દીની છેલ્લી મેચ હૈદરાબાદના લાલ બહાદુર ટેનિસ સ્ટેડિયમમાં રમી હતી, જ્યાં તેણે લગભગ બે દાયકા પહેલા ડબલ્યુટીએ સિંગલ્સ ટાઇટલ જીતીને ભવ્ય ડેબ્યૂ કર્યું હતું. સાનિયાની છેલ્લી મેચ રમવા માટે ઘણા દિગ્ગજ ખેલાડીઓ હૈદરાબાદના મેદાન પર પહોંચ્યા હતા. આમાં તેલંગાણાના રમતગમત મંત્રી તેમજ રોહન બોપન્ના, યુવરાજ સિંહ અને સાનિયા મિર્ઝાના બેસ્ટ ફ્રેન્ડ બેથેની મેટેકનો સમાવેશ થાય છે.
ગ્રાઉન્ડ પર અનેક હસ્તીઓ હાજર રહી હતી
આ સિવાય કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુ અને ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીન પણ મેદાન પર હાજર હતા. જ્યારે સાનિયા મેદાન પર પહોંચી તો ત્યાં હાજર તમામ લોકોએ તેના માટે ખૂબ તાળીઓ પાડી અને તેનું જબરદસ્ત સ્વાગત કર્યું. સાનિયા મિર્ઝા તેના વિદાયના ભાષણમાં ખૂબ જ ભાવુક થઈ ગઈ હતી. તેણે કહ્યું કે, હું તમારા બધાની સામે મારી કારકિર્દીની છેલ્લી મેચ રમવા માટે ખૂબ જ ઉત્સાહિત છું. 20 વર્ષથી મારા દેશ માટે રમવું એ મારા માટે સૌથી મોટું સન્માન છે. પોતાના દેશ માટે ટોપ લેવલ પર રમવું દરેક ખેલાડીનું સપનું હોય છે અને હું આમ કરી શકી.
Minister KT Rama Rao felicitated tennis star Sania Mirza and the sportspersons who played with her in her farewell exhibition match, Sports Minister SrinivasGoud and others were present on the occasion.#Hyderabad #SaniaMirza #TennisStar #Telangana pic.twitter.com/3X7vbTOC7Y
— Arbaaz The Great (@ArbaazTheGreat1) March 5, 2023
પોતાની છેલ્લી મેચ પહેલા વિદાયનું ભાષણ આપનાર સાનિયા મિર્ઝા ખૂબ જ ભાવુક થઈ ગઈ અને કહ્યું કે આ ખુશીના આંસુ છે. હું આનાથી વધુ સારી વિદાય માંગી શક્તી ન હતી. તેણે કહ્યું કે, ભલે મેં ટેનિસને અલવિદા કહી દીધું હોય, હું ભારત અને તેલંગાણામાં ટેનિસ સહિત અન્ય રમતોનો ભાગ બનીને તેને આગળ લઈ જવા માટે કામ કરવાનું ચાલુ રાખીશ. આ સ્પીચ પછી સાનિયા મિર્ઝાએ છેલ્લી મેચ રમી હતી અને તે પછી તેલંગાણાના સ્પોર્ટ્સ મિનિસ્ટર વી શ્રીનિવાસ ગૌડે પણ આદરપૂર્ણ ભાષણ સાથે સાનિયાને શાનદાર વિદાય આપી હતી.