શોધખોળ કરો
Advertisement
ગૌતમ ગંભીરની જીત આ પાકિસ્તાની ખેલાડીથી સહન ન થઈ, કહ્યું- ‘અક્કલ નથી છતાં લોકોએ મત આપ્યા’
પૂર્વ દિલ્હીની સીટ પરથી તેણે કોંગ્રેસના અરવિંદર સિંહ લવલીને 3,91,222ના મતથી હાર આપી હતી. પરંતુ ગંભીરની આ જીત પાકિસ્તાનાના શાહીદ આફ્રિદીથી સહન થઈ નથી.
નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓપનિંગ બેટ્સમેન ગૌતમ ગંભીરે રાજનીતિની પીચ પર ધમાકેદાર શરૂ કરી છે. ભારતને 2007નો T20 અને 2011નો વન ડે વર્લ્ડકપ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવનારા આ ક્રિકેટને ભાજપની ટિકિટ પર લોકસભા ચૂંટણીમાં શાનદાર જીત હાંસલ કરી હતી. પૂર્વ દિલ્હીની સીટ પરથી તેણે કોંગ્રેસના અરવિંદર સિંહ લવલીને 3,91,222ના મતથી હાર આપી હતી. પરંતુ ગંભીરની આ જીત પાકિસ્તાનાના શાહીદ આફ્રિદીથી સહન થઈ નથી.
આફ્રિદીએ પાકિસ્તાનમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન એવું કહેતા સાંભળવા મળ્યો કે, ગૌતમ ગંભીરમાં અક્કલ નથી તેમ છતાં લોકોએ વોટ આપ્યા છે. ભારતે પાકિસ્તાન સામે વર્લ્ડકપમાં કોઇ પણ મેચ રમવી ન જોઈએ તેવા ગંભીરના સૂચન અંગે જ્યારે તેને પૂછવામાં આવ્યું ત્યારે તે ભડક્યો હતો. તેણે કહ્યું, ‘કોઇ સમજદાર વ્યક્તિ શું આવું કહેશે? શું ભણેલા-ગણેલા લોકો આ પ્રકારની વાતો કરે છે? ગૌતમ ગંભીરમાં અક્કલ નથી તેમ છતાં લોકોએ વોટ આપ્યા.’
આફ્રિદીએ ગૌતમ ગંભીર પર નિશાન સાધ્યુ હોય તેવી આ પ્રથમ ઘટના નથી. આ પહેલા આફ્રિદીએ તાજેતરમાં જ પ્રકાશિત થયેલી તેની ઓટોબાયોગ્રાફિ ‘ગેમ ચેન્જર’માં લખ્યું હતું કે, ગંભીરની કોઇ પર્સનાલિટી નથી અને તેનો એટીટ્યૂટ સારો નથી.
Shahid Afridi responds to Gautam Gambhir's suggestion that India should forfeit any World Cup matches versus Pakistan "Does this look like something which a sensible person would say? Do educated people talk like this?" #CWC19 pic.twitter.com/wYgtoOMI5k
— Saj Sadiq (@Saj_PakPassion) May 24, 2019
CWCની વાતો બહાર આવવાથી ગેહલોત નારાજ, રાહુલે સમીક્ષા બેઠકમાં સામેલ થવાથી કર્યો ઇન્કાર
અરશદ વારસીએ જાણીતા ક્રિકેટરના નિધનની બોગસ ખબર કરી શેર, લોકોએ કર્યો ટ્રોલ, જાણો વિગત
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
આરોગ્ય
દુનિયા
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion