શોધખોળ કરો
Advertisement
કોચનું થયું હતું રહસ્યમય મોત, શોએબ મલિક થયો ઈમોશનલ, આ રીતે કર્યા યાદ
2007ના વર્લ્ડકપમાં આયર્લેન્ડ સામે પાકિસ્તાનની હાર બાદ વૂલ્મરને જોરદાર આઘાત લાગ્યો હતો અને તેમનું મોત થયું હતું.
નવી દિલ્હીઃ વર્ષ 2007માં રમાયેલા ક્રિકેટ વર્લ્ડકપ દરમિયાન બનેલી એક ઘટનાથી સમગ્ર ક્રિકેટ જગતને આઘાત લાગ્યો હતો. 2007માં આજની તારીખે (18 માર્ચ) પાકિસ્તાના કોચ બોબ વૂલ્મરનું રહસ્યમય મોત થયું હતું. 2007ના વર્લ્ડકપમાં આયર્લેન્ડ સામે પાકિસ્તાનની હાર બાદ વૂલ્મરને જોરદાર આઘાત લાગ્યો હતો અને તેમનું મોત થયું હતું. આયર્લેન્ડ સામે હારવાના કારણે પાકિસ્તાન પ્રથમ રાઉન્ડમાં જ બહાર થઈ ગયું હતું.
મેચ હારવાનો લાગ્યો આઘાત ને.....
મેચના બીજા દિવસે બોબ વૂલ્મર બાથરૂમમાં બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા. જે બાદ તેમને હોસ્પિટલમાં લઈ જવાયા હતા પરંતુ ત્યાં તેમનું નિધન થયું હોવાનું જાહેર કરાયું હતું. આ દરમિયાન પાકિસ્તાન ક્રિકેટ ટીમના સભ્ય રહેલા શોએબ મલિકે ટ્વિટ કરીને બોબ વૂલ્મરને યાદ કરતાં ‘મિસ યૂ કોચ’ લખ્યું છે.
કાનપુરમાં થયો હતો જન્મ
બોબ વૂલ્મરનો જન્મ કાનપુરના જોર્જિના મૈકરાબર્ટ મેમોરિયલ હોસ્પિટલમાં 14 મે, 1948ના રોજ થયો હતો. તેમના પિતા ક્લારેંસ વૂલ્મર ક્રિકેટર હતા. એક બ્રિટિશ વીમા કંપનીના કર્મચારી તરીકે તેમની ડ્યૂટી કાનપુરમાં હતી, આ દરમિયાન બોબનો જન્મ થયો હતો. બોબના જન્મ બાદ પરિવાર સાથે ઈંગ્લેન્ડ પરત ફર્યા હતા. બોબના પિતા તે સમયે યૂનાઇટેડ પ્રોવિંસ (હાલની ઉત્તરપ્રદેશ) ટીમ તરફથી રમતા હતા.
સાઉથ આફ્રિકાની ટીમના રહી ચુક્યા હતા કોચ
બોબ વૂલ્મરનું અવસાન થયું ત્યારે તેમની ઉંમર 58 વર્ષ હતી. પાકિસ્તાનની ક્રિકેટ ટીમના કોચ બનતા પહેલા તેઓ સાઉથ આફ્રિકાના કોચ હતા. આફ્રિકાની ટીમને તેમણે 5 વર્ષ સુધી કોચિંગ આપ્યું હતું. વૂલ્મર કોચ હતા ત્યારે સાઉથ આફ્રિકાએ રમેલી કુલ મેચમાંથી 70 ટકા મેચ જીતી હતી. વર્ષ 2004માં પાકિસ્તાન ક્રિકેટ ટીમના કોચ બનાવાયા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
અમદાવાદ
દેશ
Advertisement