નવી દિલ્હીઃ ભારતની મહિલા ખેલાડી સ્મૃતિ મંધાનાએ મહિલા ક્રિકેટ સુપર લીગ Kia Super Leagueમાં પોતાનું શાનદાર પ્રદર્શન ચાલુ રાખ્યું છે. 22 વર્ષની મંધાના ઇગ્લેન્ડની ટી-20 લીગમાં શુક્રવારે 61 બોલમાં 102 રનની શાનદાર ઇનિંગ રમી હતી.
3/4
વેસ્ટર્ન સ્ટોર્મે મંધાનાની ઇનિંગની મદદથી 18.2 ઓવરમાં 3 વિકેટના નુકસાન પર 154 રન બનાવી સાત વિકેટે મેચ જીતી લીધી હતી. આ સાથે સ્મૃતિ મંધાના ટી-20 મેચમાં સદી ફટકારનારી બીજી ભારતીય મહિલા ખેલાડી બની ગઇ છે. આ અગાઉ મિતાલી રાજે 2017માં રેલવે તરફથી રમતા અણનમ 100 રન ફટકાર્યા હતા. મંધાનાએ કેએસએલમાં અત્યાર સુધીમાં પાંચ ઇનિંગમાં 282 રન ફટકાર્યા છે.
4/4
હાલમાં કેએસએલમાં વેસ્ટર્ન સ્ટોર્મ તરફથી રમતા મંધાનાએ મેનચેસ્ટરના ઓલ્ડ ટ્રૈફર્ડમાં લંકાશાયર થંડર વિરુદ્ધ 60 બોલમાં સદી પુરી કરી હતી. તેણે 12 ચોગ્ગા અને છ સિક્સ લગાવી હતી. લંકાશાયર થંડરે અગાઉ બેટિંગ કરતા 20 ઓવરમાં 153 રન ફટકાર્યા હતા.