શોધખોળ કરો
Advertisement
મોતના મુખમાંથી બહાર આવેલ આ ખેલાડીએ મચાવ્યો તરખાટ, 18 બોલમાં ઝડપી 5 વિકેટ
ઓશાને થોમસ એ જ બોલર છે જે બે અઠવાડિયા પહેલા જમૈકામાં કાર અકસ્માતમાં બચી ગયો હતો.
નવી દિલ્હીઃ ઓપનિંગ બેટ્સમેન લેંડલ સિમન્સના અણનમ 67 રનની ઇનિંગ, આંદ્રે રસેલ (35), કેપ્ટન કીરોન પોલાર્ડ (34)ની શાનદાર ઇનિંગ અને ઓશાને થોમસની 5 વિકેટના જોરે વિન્ડિઝે શ્રીલંકાને પ્રથમ ટી20 મેચમાં 25 રને હાર આપી. વિન્ડિઝ અને શ્રીલંકાની વચ્ચે બે મેચની સીરિઝની પ્રથમ ટી20 પલ્લેકમ સ્ટેડિયમમાં રમાઈ. વિન્ડિઝે પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં ચાર વિકેટના નુકસાન 192 રન બનાવ્યા 197 રનના ટાર્ગટેનો પીછો કરવા ઉતરેલ શ્રીલંકાની ટીમ 19.1 ઓવરમાં 171 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ. તેની સાથે જ વિન્ડિઝે સીરીઝની પ્રથમ મેચ જીતી લીધી છે.
શ્રીલંકા તરફથી કુસલ પરેલાએ 38 બોલરમાં 66 રનની ઇનિંગ રમી. વાનિંદુ હસરંગાએ 34 બોલરમાં 44 રનની ઇનિંગ રમી. આ બન્ને બેટ્સમેન ઉપરાંત એંજેલો મેથ્યૂઝ 10 અને થિસારા પરેરા 11 રન બનાવી શક્યા. આ સિવાય કોઈપણ શ્રીલંકન બેટ્સમેનનું પ્રદર્શન સારું ન રહ્યું.
ફાસ્ટ બોલર ઓશાને થોમસ વેસ્ટ ઇન્ડીઝના વિજયનો હીરો હતો, જેમણે 28 રનમાં 5 વિકેટ લીધી હતી. ઓશાને થોમસ એ જ બોલર છે જે બે અઠવાડિયા પહેલા જમૈકામાં કાર અકસ્માતમાં બચી ગયો હતો. ઓશાને થોમસની કાર હાઈવે પર પલટી ગઈ હતી પરંતુ યુવા ઝડપી બોલરને કંઈ થયું ન હતું અને શ્રીલંકા સામે ટી -20 શ્રેણી રમવા પહોંચ્યો હતો.
ઓશાને થોમસ તેની પહેલી જ ઓવરમાં શ્રીલંકાના ત્રણ બેટ્સમેનને આઉટ કર્યો હતો. પોતાની બીજી ઓવર લાવનાર થોમસે છેલ્લા બોલ પર એન્જેલો મેથ્યુઝને આઉટ કરીને શ્રીલંકાને ભયંકર ફટકો આપ્યો હતો. આ પછી ઓશને થોમસએ પાવરપ્લેના છેલ્લા બોલ પર દસુન શનાકાને બોલ્ડ કરી તેની પાંચ વિકેટ પૂર્ણ કરી. થોમસ તેની ટી 20 આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં પ્રથમ વખત પાંચ વિકેટ ઝડપી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ઓટો
આરોગ્ય
Advertisement