શોધખોળ કરો
Advertisement
JNU હિંસાથી નારાજ થયો આ ભારતીય ક્રિકેટર, ટ્વિટ કરીને ઠાલવી ભડાશ
ઇરફાન પઠાણે આ પહેલા નાગરિકતા સંશોધન કાયદાની વિરુદ્ધ હિંસક પ્રદર્શનમાં જામિયા મિલિયા ઇસ્લામિયા યૂનિવર્સિટીનાં અનેક વિદ્યાર્થીઓનાં ઘાયલ થવા પર ચિંતા વ્યક્ત કરી હતી.
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના પૂર્વ ઓલરાઉન્ડર ઇરફાન પઠાણે દિલ્હીમાં જેએનયૂમાં રવિવારે રવિવારે થયેલ ઘટનાને લઈને ટ્વિટ કર્યું છે. રવિવારે જેએનયૂ પરિસરમાં કેટલાક બુકાનીધારી લોકો ઘુસી આવ્યા અને ત્યાં વિદ્યાર્થીસંઘના પ્રદર્શન દરમિયાન હુમલો કર્યો હતો. હથિયારોથી સજ્જ બુકાનીધારી જેએનયૂ કેમ્પસમાં ઘુસી ગયા અને ચાર કલાક સુધી પરિવરમાં તોડફોડ કરી હતી. અજ્ઞાત બુકાનીધારીએ સાબરમતી હોસ્ટલ, સાબરમતી ટી-પોઈન્ટ સહિત અનેક પોસ્ટલમાં ખૂબ તોડફોડ કરી હતી. ઇરફાને આ સમગ્ર મામલે ટીકા કરી છે અને કહ્યું કે, આવી ઘટનાઓ દેશની છબી ખરાબ કરનારી છે.
ઇરફાન પઠાણે ટ્વિટર પર લખ્યું, ‘કાલે જેએનયૂમાં કંઇ થયું તે સામાન્ય ઘટના નથી. યૂનિવર્સિટી કેમ્પસ, હૉસ્ટેલની અંદર હથિયારોથી સજ્જ ભીડ વિદ્યાર્થીઓ પર હુમલો કરી રહી છે આનાથી ખરાબ શું હોઈ શકે છે. આનાથી આપણા દેશની છબીને કોઈ ફાયદો નથી થઈ રહ્યો.” ઇરફાન પઠાણે આ પહેલા નાગરિકતા સંશોધન કાયદાની વિરુદ્ધ હિંસક પ્રદર્શનમાં જામિયા મિલિયા ઇસ્લામિયા યૂનિવર્સિટીનાં અનેક વિદ્યાર્થીઓનાં ઘાયલ થવા પર ચિંતા વ્યક્ત કરી હતી. ભારત માટે 29 ટેસ્ટ અને 120 વન ડે રમી ચુકેલા પઠાણે ટ્વિટ કર્યું હતુ કે, ‘રાજનૈતિક આરોપ-પ્રત્યારોપ તો ચાલતા રહેશે, પરંતુ હું અને મારો દેશ જામિયા-મિલિયાનાં વિદ્યાર્થીઓને લઇને ચિંતિત છીએ.’What happened in JNU yesterday is not a regular incident. Students being attacked by armed mob inside University campus, in hostels, is as broken as it can get. This isn’t helping our country’s image #JNUViolence
— Irfan Pathan (@IrfanPathan) January 6, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દેશ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion