શોધખોળ કરો

ચીફ સિલેક્ટર સુનીલ જોશીના નામે છે આ ખાસ રેકોર્ડ, કોઈ ભારતીય ખેલાડી નથી તોડી શક્યું

સુનીલ જોશીએ ભારત માટે 15 ટેસ્ટ અને 69 વન ડે રમી છે. ટેસ્ટમાં તેના નામે 41 વિકેટ અને વન ડેમાં 69 વન ડે છે.

નવી દિલ્હીઃ મુંબઈમાં ક્રિકેટ એડવાઇઝરી કમિટીના સભ્યોએ 5 લોકોને સિલેક્ટર પદના ઈન્ટરવ્યૂ માટે બોલાવ્યા હતા. જેમાં વેંકટેશ પ્રસાદ, એલ શિવારામકૃષ્ણન, રાજેશ ચૌહાણ પણ હતા. પરંતુ સુનીલ જોશી અને હરવિંદર સિંહની પસંદગી કરવામાં આવી હતી. સુનીલ જોશીએ ભારત માટે 15 ટેસ્ટ અને 69 વન ડે રમી છે. ટેસ્ટમાં તેના નામે 41 વિકેટ અને વન ડેમાં 69 વન ડે છે. જોશીની ગણના સ્પિન ઓલરાઉન્ડર તરીકે થતી હતી. તે હૈદરાબાદ અને જમ્મુ-કાશ્મીર ટીમનો કોચ રહી ચુક્યો છે. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેમનો શાનદાર રેકોર્ડ રહ્યો છે. 160 મેચમાં 5000થી વધારે રન બનાવવાની સાથે 615 વિકેટ પણ લીધી હતી. રણજીમાં શાનદાર પ્રદર્શન બાદ ભારત તરફથી ઈંગ્લેન્ડ સામે ડેબ્યૂ કરવાનો મોકો મળ્યો હતો પરંતુ આંગળીમાં ફ્રેક્ચર થવાના કારણે ટેસ્ટ ડેબ્યૂમાં એક પણ બોલ ફેંક્યો નહોતો.  વર્ષ 2015માં તેની ઓમાનના કોચ તરીકે પસંદગી થઈ હતી. આ ઉપરાંત તે બાંગ્લાદેશ અને કિંગ્સ ઇલેવન પંજાબ ટીમનો સ્પિન બોલિંગ કોચ પણ રહી ચુક્યો છે. ચીફ સિલેક્ટર સુનીલ જોશીના નામે છે આ ખાસ રેકોર્ડ, કોઈ ભારતીય ખેલાડી નથી તોડી શક્યું સુનીલ જોશીનું નામ વનડે ક્રિકેટમાં સારા સ્પિનરોમાં ભલે સામેલ ન હોય પરંતુ તેના નામે આજે પણ એક શાનદાર રેકોર્ડ છે. ભારત તરફથી વનડે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી ઓછા રનમાં પાંચ વિકેટ લેવાનો રેકોર્ડ સુનીલ જોશીના નામે છે, જે બે દાયકા બાદ પણ કોઈ તોડી શક્યું નથી. 26 સપ્ટેમબ્ર 1999ના રોજ નૈરોબીમાં દક્ષિણ આફ્રીકા વિરૂદ્ધ ચતુષ્કોણીય સીરિઝ (એલજી કપ)ના બીજા મેચમાં સુનીલ જોશીએ ઘાતક બોલિંગ કરીને ચર્ચામાં આવ્યા હતા. આ સીરિઝમાં અન્ય બે ટીમો કેન્ય ને ઝિમ્બાબ્વે હતી. આ મેચમાં સુનીલ જોશીએ માત્ર 6 રન આપીને 5 વિકેટ લીધી હતી. તેની 10 ઓવરની બોલિંગમાં 6 મેડન રહી હતી. જોશીની બોલિંગ 10-6-6-5 હતી. સુનીલ જોશી ઉપરાંત 2016માં ઝિમ્બાબ્વેના લ્યૂક જોંગવીએ શારહાજમાં અફઘાનિસ્તાન વિરૂદ્ધ 6 રન આપીને 5 વિકેટ લીધી હતી. આમ બન્નેના નામે સંયુક્ત રીતે આ રેકોર્ડ છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Nepal Earthquake: નેપાળમાં 6.9 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
Nepal Earthquake: નેપાળમાં 7.1 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
HMPV In India: કર્ણાટક – ગુજરાત બાદ હવે ચેન્નઇમાં પણ HMPV વાયરસની એન્ટ્રી, 2 કેસ નોંધાયા
HMPV In India: કર્ણાટક – ગુજરાત બાદ હવે ચેન્નઇમાં પણ HMPV વાયરસની એન્ટ્રી, 2 કેસ નોંધાયા
ઇન્ટરપોલની જેમ હવે તૈયાર થયું 'ભારતપોલ',  વિદેશમાં બેઠેલા ગુનાગારોની હવે ખેર નથી
ઇન્ટરપોલની જેમ હવે તૈયાર થયું 'ભારતપોલ', વિદેશમાં બેઠેલા ગુનાગારોની હવે ખેર નથી
HMPV એ ભારતમાં વધારી ચિંતા, એક દિવસમાં પાંચ કેસ નોંધાયા, શું ફરી લાગશે લોકડાઉન?
HMPV એ ભારતમાં વધારી ચિંતા, એક દિવસમાં પાંચ કેસ નોંધાયા, શું ફરી લાગશે લોકડાઉન?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પટ્ટાવાળી?Hun To Bolish : હું તો બોલીશ : અનામત આંદોલન..કોનો નફો, કોને નુકસાન?Justin Trudeau: જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી આપ્યું રાજીનામુંBhavnagar news: ભાવનગર કલેક્ટર કચેરીએ સરતાનપર બંદરના માછીમારોએ કર્યો હલ્લાબોલ.

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Nepal Earthquake: નેપાળમાં 6.9 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
Nepal Earthquake: નેપાળમાં 7.1 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
HMPV In India: કર્ણાટક – ગુજરાત બાદ હવે ચેન્નઇમાં પણ HMPV વાયરસની એન્ટ્રી, 2 કેસ નોંધાયા
HMPV In India: કર્ણાટક – ગુજરાત બાદ હવે ચેન્નઇમાં પણ HMPV વાયરસની એન્ટ્રી, 2 કેસ નોંધાયા
ઇન્ટરપોલની જેમ હવે તૈયાર થયું 'ભારતપોલ',  વિદેશમાં બેઠેલા ગુનાગારોની હવે ખેર નથી
ઇન્ટરપોલની જેમ હવે તૈયાર થયું 'ભારતપોલ', વિદેશમાં બેઠેલા ગુનાગારોની હવે ખેર નથી
HMPV એ ભારતમાં વધારી ચિંતા, એક દિવસમાં પાંચ કેસ નોંધાયા, શું ફરી લાગશે લોકડાઉન?
HMPV એ ભારતમાં વધારી ચિંતા, એક દિવસમાં પાંચ કેસ નોંધાયા, શું ફરી લાગશે લોકડાઉન?
SA vs PAK: પાકિસ્તાનના થયા સૂપડા સાફ, બીજી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાએ 10 વિકેટથી હરાવ્યું
SA vs PAK: પાકિસ્તાનના થયા સૂપડા સાફ, બીજી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાએ 10 વિકેટથી હરાવ્યું
આ કોઇ નવો વાયરસ નથી, અમે સ્થિતિ પર રાખી રહ્યા છીએ નજર, HMPV પર કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રીનું નિવેદન
આ કોઇ નવો વાયરસ નથી, અમે સ્થિતિ પર રાખી રહ્યા છીએ નજર, HMPV પર કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રીનું નિવેદન
HMPV Virus: કેટલો ઘાતક છે HMPV? ચીને જણાવ્યું કોની અને કેવી રીતે થઇ શકે છે મોત?
HMPV Virus: કેટલો ઘાતક છે HMPV? ચીને જણાવ્યું કોની અને કેવી રીતે થઇ શકે છે મોત?
જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી રાજીનામું આપ્યું
જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી રાજીનામું આપ્યું
Embed widget