ઉલ્લેખનીય છે કે આઈપીએલમાં રોજ એક નવો રેકોર્ડ જોવા મળે છે. જેમાં સૌથી વધુ રન, સૌથી વધુ વિકેટ, સૌથી વધુ કેચ આવા અલગ-અલગ રેકોર્ડ જોવા મળે છે. સૌથી વધુ રન બનાવવામાં ટોચને ત્રણેય ખેલાડી ભારતના છે.
2/5
સુરેશ રૈના આઈપીએલમાં અત્યાર સુધી 14 વખત મેન ઓફ ધ મેચ બની ચુક્યો છે. આઈપીએલમાં ગેલ 20 વખત મેન ઓફ ધ મેચ બનીને ટોચ પર છે. તે પછી ડિવિલિયર્સ 16 વખત, વોર્નર અને રોહિત શર્મા 15-15 વખત આ ખિતાબ જીતી ચુક્યા છે.
3/5
સુરેશ રૈનાએ 138.8ના સ્ટ્રાઇક રેટથી 4655 રન બનાવ્યા છે. જેમાં તેનો સર્વશ્રેષ્ઠ સર્કોર 100 રન નોટઆઉટ છે.
4/5
રૈનાએ આજની મેચમાં 42 બોલમાં 53 રનની ઇનિંગ રમવાની સાથે જ આઈપીએલની 165 મેચમાં 4655 રન નોંધાવીને વિરાટ કોહલીનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. કોહલીએ 154 મેચમાં 4649 રન બનાવ્યા છે.
5/5
હૈદરાબાદઃ સનરાઇઝર્સ હૈદરાબાદ સામે આજે રમાયેલી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સના બેટ્સમેન સુરેશ રૈનાએ આઈપીએલ-2018ની પ્રથમ અડધી સદી ફટકારવાની સાથે એક અનોખો રેકોર્ડ પણ બનાવ્યો હતો. રૈના આઈપીએલમાં સૌથી વધુ રન બનાવનારો ખેલાડી બની ગયો છે.