ટી20 વર્લ્ડકપમાં ધમાલ મચાવનારી કઇ ટીમની જર્સીને 12 વર્ષની છોકરીએ ડિઝાઇન કરી છે, કયા ખાસ આઇડિયાથી ટીમને મળી નવી જર્સી, જાણો વિગતે
સ્કૉટલેન્ડ ટીમની રમતની સાથે આ વર્ષે તેમની જર્સી (Jersey)ને લઇને પણ જબરદસ્ત ક્રેઝ જોવા મળ્યો છે. ડાર્ક બ્લૂ (Dark Blue)માં પર્પલ સ્ટ્રાઇપ્સ (Purple Stripes) વાળી આ જર્સી ખુબ જ પસંદ કરી રહ્યાં છે.
Cricket Scotland Thanks Dress Designer: યુએઇ (UAE) અને ઓમાન (Oman)માં રમાઇ રહેલી ટી20 વર્લ્ડકપ 2021 (T20 World Cup 2021) ક્વૉલિફાયર રાઉન્ડ (Qualifier Round) મેચોમાં સ્કૉટલેન્ડ (Scotland) ની ટીમે ધમાલ મચાવી દીધી છે. ટીમે જ્યાં પહેલી મેચમાં બાંગ્લાદેશ (Bangladesh)ની મજબૂત ટીમને હરાવીને બધાને ચોંકાવી દીધા છે. વળી, કાલે રમાયેલી બીજી મેચમાં ટીમે પાપુઆ ન્યૂ ગિની (PNG)ની ટીમને હરાવીને Super 12 માં પહોંચવા માટે પોતાની દાવેદારી મજબૂત કરી લીધી છે. સ્કૉટલેન્ડ ટીમની રમતની સાથે સાથે આ વર્ષે તેમની જર્સી (Jersey)ને લઇને પણ જબરદસ્ત ક્રેઝ જોવા મળ્યો છે. ડાર્ક બ્લૂ (Dark Blue)માં પર્પલ સ્ટ્રાઇપ્સ (Purple Stripes) વાળી આ જર્સીને ફેન્સ ખુબ જ પસંદ કરી રહ્યાં છે. સાથે જ આ સ્કૉટલેન્ડ માટે આ વર્ષે બહુજ લકી સાબિત થઇ રહી છે, પરંતુ શું તમે આના ડિઝાઇનર વિશે જાણો છે, કેમ કે આ જર્સીની સૌથી મોટી ખાસિયત તેની ડિઝાઇનર જ છે.
ખરેખરમાં, આ ડ્રેસ ડિઝાઇનરનુ નામ Rebecca Downie છે, અને તેની ઉંમર માત્ર 12 વર્ષની છે. ક્રિકેટ સ્કૉટલેન્ડ (Cricket Scotland)એ પણ મંગળવારે પોતાની આ નાની ડ્રેસ ડિઝાઇનરનો આભાર માન્યો. ક્રિકેટ સ્કૉટલેન્ડ ટ્વીટર (Twitter) પર શેર કરવામાં આવેલી આ પૉસ્ટમાં Rebecca Downieની તસવીર પણ શેર કરી છે, જેમાં તે ટીમની જર્સી પહેરીને દેખાઇ રહી છે. સાથે જ ક્રિકેટ સ્કૉટલેન્ડે પોતાની પૉસ્ટમાં લખ્યું- મળો હેડિંગટન (Haddington)માં રહેનારી 12 વર્ષની Rebecca Downie ને... અમારી ટીમની જર્સી પહેરીને આ ટીવી પર ટી20 વર્લ્ડકપની આપણી પહેલી મેચ જોઇ રહી છે. ખાસ વાત છે કે આ ડ્રેસની ડિઝાઇન પમ તેને જ તૈયાર કરી છે. Rebecca તમને એકવાર ફરીથી ધન્યવાદ......
Scotland's kit designer 👇
— Cricket Scotland (@CricketScotland) October 19, 2021
12 year-old Rebecca Downie from Haddington 👋
She was following our first game on TV, proudly sporting the shirt she designed herself 👏
Thank you again Rebecca!#FollowScotland 🏴 | #PurpleLids 🟣 pic.twitter.com/dXZhf5CvFD
જર્સીમાં સ્કૉટલેન્ડના રાષ્ટ્રીય પ્રતિક (National Emblem)ની ઝલક-
સ્કૉટલેન્ડની ટીમે પોતાના ડ્રેસ માટે દેશની તમામ સ્કૂલોના બાળકો પાસેથી ડિઝાઇન મંગાવી હતી. ટીમને લગભગ 200 એન્ટ્રી મળી હતી. જોકે, આ બધામાંથી Rebecca Downieએ ડિઝાઇનને આ સ્પાર્ધાની વિજેતા પસંદ કરવામાં આવી. સ્કૉટલેન્ડની આ જર્સી દેશના રાષ્ટ્રીય પ્રતિક 'The Thistle'ના રંગો પર આધારિત છે. ટી20 વર્લ્ડકપ 2021 માટે ઓમાન રવાના થતા પહેલા Rebeccaએ આ ટીમ જર્સી ભેટ કરવામાં આવી હતી. આની સાથે જ તેને અને તેના પરિવારને એડિનબર્ગમાં ઝિમ્બાબ્વે વિરુદ્ધ રમાયેલી મેચ માટે સ્પેશ્યલ ગેસ્ટ તરીકે બોલાવવામાં આવ્યા હતા. જ્યાં સ્કૉટલેન્ડ ટીમના ખેલાડીઓ સાથે Rebeccaની મુલાકાત થઇ હતી.