શોધખોળ કરો
Advertisement
ટીમ ઈન્ડિયામાં ‘હું’ નહીં, ‘અમે’ની વાત થાય છે, અમે એકબીજાની સફળતાનો જશ્ન મનાવીએ છીએઃ રવિ શાસ્ત્રી
શાસ્ત્રીએ કહ્યું, વર્લ્ડકપ જીતવો ઝનૂન છે અને અમે આ ઈચ્છાને પૂરી કરવા બધું જ કરીશું. વર્તમાન ટીમમાં હું શબ્દ નથી, અમેની વાત થાય છે. અમે એકબીજાની સફળતાનો જશ્ન મનાવીએ છીએ. જીત ટીમની થાય છે.
નવી દિલ્હીઃ વિશ્વ કપ જીતવું ભારતના કોચ રવિ શાસ્ત્રીનું ઝનૂન છે અને તેનું કહેવું છે કે ન્યૂઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા સામે આગામી છ વન ડે તથા ચાલુ વર્ષે ઓકટોબર-નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયામાં રમાનારા ટી-20 વર્લ્ડકપની તૈયારી પણ કરાશે. તેમણે કહ્યું, અમે દુનિયાના દરેક દેશમાં ગમે તેવી સ્થિતિમાં સારું પ્રદર્શન કરીશું. આ જ અમારી ટીમનું લક્ષ્ય છે.
ટીમની છે આ ખાસિયત
શાસ્ત્રીએ કહ્યું, વર્લ્ડકપ જીતવો ઝનૂન છે અને અમે આ ઈચ્છાને પૂરી કરવા બધું જ કરીશું. આ ટીમની ખાસિયત છે કે બધા એક બીજાની સફળતાનો આનંદ માણે છે. વર્તમાન ટીમમાં હું શબ્દ નથી, અમેની વાત થાય છે. અમે એકબીજાની સફળતાનો જશ્ન મનાવીએ છીએ. જીત ટીમની થાય છે.
નિર્ભયતાથી ક્રિકેટ રમવાથી નથી ડરતી ટીમ ઈન્ડિયા
ઓસ્ટ્રેલિયા સામે તાજેતરમાં રમાયેલી વન ડે સીરિઝમાં 2-1થી મળેલી જીત ભારતીય ટીમની માનસિક તાકાત દર્શાવે છે. જેના કારણે પહેલી મેચમાં ખરાબ રીતે હાર્યા બાદ શાનદાર વાપસી કરી. ઓસ્ટ્રેલિયા સામેની સીરિઝ અમારી માનસિક તાકાત અને દબાણમાં રમવાની ક્ષમતાનો સબૂત હતી. તેનાથી અમારી બહાદુરીની ખબર પડી અને સાબિત થયું કે અમે નિર્ભયતાથી ક્રિકેટ રમવાથી ડરતા નથી.
ભૂતકાળ પર નથી કરતાં વિશ્વાસ
શાસ્ત્રીએ એમ પણ કહ્યું, આ ટીમ વર્તમાનમાં જીવે છે. ભૂતકાળમાં જે થયું તેના પર અમે બહુ વિશ્વાસ નથી કરતા. ભૂતકાળની અને અત્યારની પરિસ્થિતિમાં ખૂબ તફાવત છે અમે હાલની લયને ભવિષ્યમાં પણ જાળવી રાખીશું તેમ પણ શાસ્ત્રીએ કહ્યું હતું.
NPR ફોર્મમાંથી દૂર થઈ શકે છે માતા-પિતાના જન્મ સ્થળની કૉલમ, સરકારે આપ્યો સંકેત
સ્ટીવ સ્મિથે કહ્યું, કોહલી તોડશે અનેક રેકોર્ડ્સ, સચિને પણ કરી હતી ભવિષ્યવાણી
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement