શોધખોળ કરો
Advertisement
NPR ફોર્મમાંથી દૂર થઈ શકે છે માતા-પિતાના જન્મ સ્થળની કૉલમ, સરકારે આપ્યો સંકેત
આજે કેબિનેટની બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સમાં સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરને જ્યારે આ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, માતા પિતાના જન્મસ્થાન અને જન્મતારીખની જાણકારી આપવાનું વૈકલ્પિક બનાવાયું છે અને પૂરાવા તરીકે કોઈ લેખિત દસ્તાવેજ નહીં આપવા પડે.
નવી દિલ્હીઃ નાગરિકતા કાનૂન મામલે અમિત શાહ ભલે કહી રહ્યા હોય કે ગમે તેમ થાય પણ તેને પરત નહીં લેવામાં આવે. પરંતુ એનપીઆરની કેટલીક વિવાદાસ્પદ કોલમ હટાવવા પર સરકાર વિચાર કરી શકે છે. સરકાર તરફથી આજે આ વાતના સંકેત આપવામાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ સરકાર એનપીઆર માટે ઉપયોગમાં લેવાનારા ફોર્મમાંથી માતા પિતાના જન્મસ્થળ અને જન્મતારીખની જાણકારી આપવાની કોલમ દૂર કરી શકે છે.
સરકારે આપ્યા સંકેત
આજે કેબિનેટની બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સમાં સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરને જ્યારે આ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, માતા પિતાના જન્મસ્થાન અને જન્મતારીખની જાણકારી આપવાનું વૈકલ્પિક બનાવાયું છે અને પૂરાવા તરીકે કોઈ લેખિત દસ્તાવેજ નહીં આપવા પડે.
જાવડેકરને ફરીથી પૂછવામાં આવ્યું કે, વૈકલ્પિક છે તો આ કોલમને દૂર કેમ ન દેવાઈ ? જેનો જવાબ આપતાં કહ્યું, જો કોઈએ જવાબ ન આપ્યો તો દૂર કરી દેવાયું તેમ જ સમજવું. એબીપી ન્યૂઝને મળેલી જાણકારી મુજબ સરકારની અંદર આ વિવાદિત કોલમને લઈ મંથન ચાલી રહ્યું છે. સરકાર આ કોલમને એનપીઆર ફોર્મમાંથી દૂર કરવા વિચાર કરી રહી છે.
શું છે NPR ?
એનપીઆર એટલે કે નેશનલ પોપ્યુલેશન રજીસ્ટરમાં દેશમાં રહેનારા દરેક વ્યક્તિની પૂર્ણ માહિતી હશે. એક એવુ રજીસ્ટર જેમાં દેશમાં રહેતા લોકોની ઓળખ સંબંધિત દરેક માહિતી હશે.ગૃહમંત્રાલય અંતર્ગત આવતી ઓફિસ ઓફ ધ રજીસ્ટ્રાર જનરલ એન્ડ સેન્સસ કમિશનની વેબસાઈટ મુજબ આ દેશમાં રહેનારા લોકોની માહિતીનું એક રજીસ્ટર હશે.
એનપીઆરમાં કઈ માહિતી એકત્ર કરાશે
તે માટે લોકોના નામ, સરનામુ, શિક્ષણ જેવી 15 માહિતીઓ માંગવામાં આવશે. લોકોની તસવીરો, ફિંગર પ્રિન્ટ રેટિનાની પણ માહિતી એકત્ર કરાશે.. પાંચ વર્ષથી વધુ સમયથી રહેતા દરેક ઉમંરના રહેવાસીની દરેક માહિતી ધરાવતુ રજીસ્ટર હશે.
સરકારનો શું છે ઉદ્દેશ
એનપીઆર લાગુ કરીને કરીને દેશનાં દરેક નાગરિકની ઓળખનો ડેટા તૈયાર કરવાનો સરકારનો ઉદ્દેશ છે. આ માટે 6 મહિના કે તેનાથી વધારે સમયથી કોઈ વિસ્તારમાં રહેતા લોકોએ રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. ડેટાબેઝમાં ડેમોગ્રાફી અને બાયોમેટ્રિકની જાણકારી હશે. 2011 વસ્તી ગણતરીની સાથે 2010માં NPRનો ડેટા તૈયાર કરાયો હતો.
સ્ટીવ સ્મિથે કહ્યું, કોહલી તોડશે અનેક રેકોર્ડ્સ, સચિને પણ કરી હતી ભવિષ્યવાણી
વડોદરાઃ BJPમાં ભડકો, સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારે આપ્યું રાજીનામું, જાણો વિગતે
રાજદ્રોહ કેસમાં હાર્દિક પટેલના જામીન થયા મંજૂર, કોર્ટે મુકી આ શરત, જાણો વિગત
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
ગુજરાત
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion