શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
શિખર ધવનની ઈજાથી દુઃખી થયો શાસ્ત્રી, કહી આ મોટી વાત, જાણો વિગત
બેંગ્લોરમાં રમાયેલી ત્રીજી વન ડે દરમિયાન ટીમ ઈન્ડિયાનો ઓપનિંગ બેટ્સમેન શિખર ધવન ઈજાગ્રસ્ત થયો હતો. જેના કારણે તે બેટિંગ કરવા પણ આવી શક્યો નહોતો. ધવનની ઈજાને લઈ ભારતીય ટીમના કોચ રવિ શાસ્ત્રીએ મોટું નિવેદન આપ્યું છે.
ઑકલેન્ડઃ ટીમ ઈન્ડિયા છ સપ્તાહના ન્યૂઝીલેન્ડ પ્રવાસે પહોંચી ગઈ છે. પ્રવાસ પહેલા જ ટીમ ઈન્ડિયાને મોટો ફટકો લાગ્યો હતો. બેંગ્લોરમાં ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી ત્રીજી વન ડે દરમિયાન ટીમ ઈન્ડિયાનો ઓપનિંગ બેટ્સમેન શિખર ધવન ઈજાગ્રસ્ત થયો હતો. જેના કારણે તે બેટિંગ કરવા પણ આવી શક્યો નહોતો. ધવનની ઈજાને લઈ ભારતીય ટીમના કોચ રવિ શાસ્ત્રીએ મોટું નિવેદન આપ્યું છે.
ધવનની ઈજા અને રાહુલને લઈ શું કહ્યું શાસ્ત્રીએ
શિખર ધવનની ઈજાથી દુઃખી શાસ્ત્રીએ કહ્યું કે, તે અનુભવી ખેલાડી છે અને તેને ઈજા થઈ તે દુઃખની વાત છે. ધવન મેચ વિજેતા છે. ધવનને જે પ્રકારની ઈજા થઈ છે તેવી ઈજાથી ઘણી વખત ટીમને નુકસાન પહોંચે છે. કેપ્ટન વિરાટ કોહલી પહેલા જ કહી ચુક્યો છે કેએલ રાહુલ પાસે વિકેટકિપિંગ કરાવવામાં આવી શકે છે અને શાસ્ત્રીએ તેનું સમર્થન કરતા કહ્યું કે, આ ટીમમાં રાહુલ જેવો બહુમુખી પ્રતિભા ધરાવતો ખેલાડી છે.
ભૂતકાળના પ્રદર્શનની નથી કરતા ચિંતા
કેદાર જાધવની થઈ રહેલી આલોચનાનો જવાબ આપતા શાસ્ત્રીએ કહ્યું, કેદાર વન ડે ટીમનો અભિન્ન હિસ્સો છે. ન્યૂઝીલેન્ડમાં તે રમશે. ન્યૂઝીલેન્ડની પિચોને લઈ કહ્યું અમે વધારે ચિંતા નથી કરતાં. એક ટીમ તરીકે અમારે પરિસ્થિતિ મુજબ રમવું પડશે. ઈતિહાસ કે ભૂતકાળ પર અમે વધારે નથી વિચારતા.
વર્લ્ડકપ જીતવાનું છે ઝનૂન
શાસ્ત્રીએ કહ્યું, વર્લ્ડકપ જીતવો ઝનૂન છે અને અમે આ ઈચ્છાને પૂરી કરવા બધું જ કરીશું. આ ટીમની ખાસિયત છે કે બધા એક બીજાની સફળતાનો આનંદ માણે છે. વર્તમાન ટીમમાં હું શબ્દ નથી, અમેની વાત થાય છે. અમે એકબીજાની સફળતાનો જશ્ન મનાવીએ છીએ. જીત ટીમની થાય છે.
ઓસ્ટ્રેલિયા સામેની વન ડે સીરિઝમાં જોવા મળી ટીમ ઈન્ડિયાની માનસિક તાકાત
ઓસ્ટ્રેલિયા સામે તાજેતરમાં રમાયેલી વન ડે સીરિઝમાં 2-1થી મળેલી જીત ભારતીય ટીમની માનસિક તાકાત દર્શાવે છે. જેના કારણે પહેલી મેચમાં ખરાબ રીતે હાર્યા બાદ શાનદાર વાપસી કરી. ઓસ્ટ્રેલિયા સામેની સીરિઝ અમારી માનસિક તાકાત અને દબાણમાં રમવાની ક્ષમતાનો સબૂત હતી. તેનાથી અમારી બહાદુરીની ખબર પડી અને સાબિત થયું કે અમે નિર્ભયતાથી ક્રિકેટ રમવાથી ડરતા નથી. શાસ્ત્રીએ એમ પણ કહ્યું, આ ટીમ વર્તમાનમાં જીવે છે. ભૂતકાળમાં જે થયું તે ઈતિહાસ છે. અમે હાલની લયને ભવિષ્યમાં પણ જાળવી રાખીશું.
સુરતઃ તડીપાર વસીમ બિલ્લાની નવસારીમાં ગોળી મારી હત્યા, સલમાન ખાન સાથે પડાવ્યો હતો ફોટો
Tata Tiago, Tigor અને Nexon ના ફેસલિફ્ટ વર્ઝન થયા લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ
PAKનાં ઘણા ખેલાડીઓ કોહલીથી શ્રેષ્ઠ બની શકે છેઃ અબ્દુલ રઝાકની શેખી
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
આઈપીએલ
Advertisement
gujarati.abplive.com
Opinion