Tokyo Olympics:ભારતની બે મહિલાઓએ રાખ્યો રંગ, બત્રા બાદ મેરિકોમે મેળવ્યો વિજય
ટોકિયો ઓલ્મપિકમાં 25 જુલાઇનો દિવસ ભારત માટે મહત્વનો રહ્યો. ભારતની સ્ટાર ટેબલ ટેનિસ મનિકા બત્રાએ પહેલા મેચમાં જીત મેળવી છે તો મેરિકોમે પણ તેમનો પહેલા મેચમાં જીત હાંસિલ કરી છે.
Tokyo Olympics:ટોકિયો ઓલ્મપિકમાં 25 જુલાઇનો દિવસ ભારત માટે મહત્વનો રહ્યો. ભારતની સ્ટાર ટેબલ ટેનિસ મનિકા બત્રાએ પહેલા મેચમાં જીત મેળવી છે તો. મેરિકોમે પણ તેમનો પહેલા મેચમાં જીત હાંસિલ કરી છે.
મેરીકોમની શાનદાર જીત
ટોકિયો ઓલ્મપિકમાં 25 જુલાઇનો દિવસ મહત્વનો રહ્યો.આજે મનિકા બત્રાએ શાનદાર જીત હાંસિલ કરી છે. તો મેરીકોમે પણ વિજય મેળવ્યો છે. સ્ટાર બોક્સર મેરીકોમે શાનદાર પ્રદર્શન કર્યું, 38 વર્ષિય આ બોક્સરે તેનો પહેલો મેચ જીતી લીધો છે. રાઉન્ડ 32ના મુકાબલે તેમણે હર્નાડિઝ ગાર્સિયાને હરાવી, મેરીકોમે અંતિમ 16માં પ્રવેશ કરી લીધો છે.
મનિકા બત્રાનો વિજય
ભારતની સ્ટાર ટેબલ ટેનિસ ખેલાડી મનિકા બત્રાએ શાનદાર પ્રદર્શન કરતા માગરિટા સોસકાને સામે મહિલા સિંગલ્સ ઇવેન્ટનો પહેલો મુકાબલો જીતી લીધી છે.
બત્રાની આ મેચમાં શરૂઆત ખૂબ જ ખરાબ રહી પરંતુ તે યૂક્રેનની સામે શરૂઆતની બંને ગેમ હારી ગઇ હતી. ત્યારબાદ મનિકા બત્રા ફોર્મમાં આવી અને તેને શાનદાર વાપસી કરી. ભારતની સ્ટાર ટેબલ ટેનિસ ખેલાડી મનિકા બત્રાએ શાનદાર પ્રદર્શન કરતા યુક્રનની માર્ગરિટા સોસકા સામે ઓલ્મપિકમાં મહિલા સિંગલ્સમાં ઇવેન્ટમાં તેમનો બીજા દૌરનો મુકાબલો જીતી લીધો છે. હવે મનિકા બત્રા પદક જીતવાથી માત્ર એક કદમ દૂર છે. બત્રા આ મેચમાં તેમની શરૂઆતની ગેમ હારી ગઇ હતી. જો કે ત્યારબાદ તેમણે શાનદાર વાપસી કરી અને આગળની બંને ગેમ જીતીને સ્કોર 2-2ની બરાબર પર લાવી દીધી છે.
માર્ગિટાએ પાંચમો મેચ તેમના નામે કરીને 3-2થી આગળ રહી પરંતુ મનિકાએ છઠ્ઠી ગેમમાં શાનદાર પ્રદર્શન કર્યું અને 11-5થી જીત હાંસિલ કરતા 3-3થી બરાબરી કરી લીધી. ત્યારબાદ સાતમા અને નિર્ણાયક મેચમાં તેમણે શાનદાર પ્રદર્શન કર્યું અને 4-3થી મુકાબલો જીતીને અને આગળની મેચ માટે ક્વોલિફાઇ થઇ ગઇ.
ભારતના એથલીટ,નિશાનબાઝ, હોકી, ટેબલ ટેનિસ, સ્વીમિંગ, બેડમિન્ટન, બોક્સિંગના ખેલાડી એકશનમાં જોવા મળ્યાં આ પહેલા શનિવારે પોતોનું ખાતુ ખોલ્યું વેટલિફ્ટરમાં મીરાબાઇએ ચાનૂએ 49 કિગ્રા વર્ગમાં રજક પદક જીત્યો