ઉલ્લેખનીય છે કે, કોહલીના નામે ક્રિકેટના સૌથી નાના પ્લેટફોર્મમાં સૌથી ઝડપી 1 હજાર રન બનાવવાનો રેકોર્ડ નોંધાયેલો છે. તેણે 27 ઈનિંગ્સમાં જ 1 હજાર રન બનાવી લીધા હતા. ઓસ્ટ્રેલિયાના એરોન ફિન્ચે આ જ ઉપલબ્ધિ 29 ઈનિંગ્સમાં મેળવી હતી જ્યારે કેવિન પીટરસને 32 મેચોમાં 1 હજાર રનનો આંકડો પાર કર્યો હતો.
2/4
મેચમાં 2 હજાર રનનો આંકડો પાર કરી આ ઉપલબ્ધિ મેળવનાર વિશ્વનો ચોથો અને ભારતનો પ્રથમ બેટ્સમેન બની ગયો છે વિરાટ કોહલી. આ લિસ્ટમાં અત્યારે માર્ટિન ગુપ્ટિલ (2217), બ્રેન્ડન મેક્કુલમ (2140) અને પાકિસ્તાની પ્લેયર શોએબ મલિક (2039) શામેલ હતા.
3/4
આ પહેલા આ રેકોર્ડ ન્યૂઝીલેન્ડના બેટ્સમેન બ્રેન્ડન મેક્કુલમના નામે છે. તેણે 67 મેચોની 66 મેચોમાં આ રેકોર્ડ બનાવ્યો હતો. ન્યૂઝીલેન્ડના જ માર્ટિન ગુપ્ટિલે 68 ઈનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી. વિરાટ માત્ર 56 ઈનિંગ્સમાં જ આ રેકોર્ડ પોતાના નામે કરી શકે છે.
4/4
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના કેપ્ટન અને રેકોર્ડ મેન વિરાટ કોહલીના નામે વધુ એક રેકોર્ડ નોંધાયો છે. વિરાટે ઇંગ્લેન્ડ વિરૂદ્ધ રમાયેલ પ્રથમ ટી20 મેચમાં જેવા જ 8 રન પૂરા કર્યા કે તે ટી20 ક્રિકેટમાં 2000 રન બનાવનાર પ્રથમ ભારતીય અને વિશ્વના ચોથો ખેલાડી બની ગયો છે. જોકે આંતરરાષ્ટ્રિય ક્રિકેટમાં વિરાટે સૌથી ઝડપી 2000 રન પૂરા કર્યા છે. જ્યારે મહિલા ક્રિકેટમાં મિતાલી રાજ ભારત તરફથી આંતરરાષ્ટ્રીય ટી20 મેચમાં 2000 રન બનાવી ચૂકી છે.