શોધખોળ કરો
આંખના પલકારામાં ધોનીએ મૉરિસની ઉડાવી દીધી ગિલ્લીઓ, કેપ્ટન શ્રેયસ રહી ગયો જોતો, જુઓ વીડિયો
ધોનીએ મેચની 12મી ઓવરમાં ચોથો બૉલ પર એવી ચપળતા બતાવી કે આંખના પલકારામાં ક્રિસ મૉરિસના સ્ટમ્પની ગિલ્લીઓ ઉખડી ગઇ. મૉરિસને શૂન્ય રને પેવેલિયન ભેગુ થવુ પડ્યુ હતુ. સામે છેડે ઉભા રહેલા દિલ્હીના કેપ્ટન શ્રેયસ ઐય્યર પણ મંત્રમુગ્ધ થઇ ગયો હતો

નવી દિલ્હીઃ ચેન્નાઇના એમ એ ચિદમ્બર સ્ટેડિયમમાં રમાયેલી આઇપીએલની ચેન્નાઇ અને દિલ્હી વચ્ચેની મેચમાં એક પળ એવી સર્જાઇ કે એમ્પાયરથી લઇને બધા ખેલાડીઓ ચોંકી ગયા. કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ સેકન્ડોમાં જ સ્ટમ્પ પાછળની ગિલ્લીઓ ઉડાવી દીધી અને વિકેટ પણ મળી. આ કારનાએ એ સાબિત કરી દીધુ કે ધોની દુનિયાનો સૌથી બેસ્ટ વિકેટકીપર છે. ખરેખર, ઘટના એવી બની કે, ધોનીએ મેચની 12મી ઓવરમાં ચોથો બૉલ પર એવી ચપળતા બતાવી કે આંખના પલકારામાં ક્રિસ મૉરિસના સ્ટમ્પની ગિલ્લીઓ ઉખડી ગઇ. મૉરિસને શૂન્ય રને પેવેલિયન ભેગુ થવુ પડ્યુ હતુ. સામે છેડે ઉભા રહેલા દિલ્હીના કેપ્ટન શ્રેયસ ઐય્યર પણ મંત્રમુગ્ધ થઇ ગયો હતો. એટલું જ નહીં ધોનીની સ્ટમ્પિંગથી મૉરિસ આઉટ છે કે નૉટ આઉટ તેનું ડિસીઝન મેદાન પરના એમ્પાયરો પણ લઇ શક્યા નહીં. છેવટે થર્ડ એમ્પાયરે મૉરિસને આઉટ જાહેર કર્યો હતો. આને એક વીડિયો સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે. નોંધનીય છે કે, મેચમાં પહેલા બેટિંગ કરવા ઉતરેલી ચેન્નાઇની ટીમે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 179 રન બનાવ્યા, સામે સ્કૉરને પીછો કરવા ઉતરેલી દિલ્હી કેપિટલ્સ માત્ર 90 રનમાં જ ઓલઆઉટ થઇ ગઇ, આ મેચ ચેન્નાઇએ 80 રનોથી જીતી લીધી હતી.
વધુ વાંચો





















