શોધખોળ કરો
Advertisement
World Cup: પોતાના પ્રથમ વર્લ્ડકપમાં જ યુજવેન્દ્ર ચહલે રચ્યો ઈતિહાસ
ચહલે શાનદાર સ્પેલ નાંખતા 10 ઓવરમાં માત્ર 51 રન આપ્યા અને 4 વિકેટ ઝડપી હતી.
નવી દિલ્હીઃ યુજવેન્દ્ર ચહલની શાનદાર બોલિંગના જોરે ટીમ ઇન્ડિયાએ સાઉથ આફ્રિકા ટીમને માત્ર 227 રન પર રોકી દીધી હતી. સાઉથ આફ્રિકા માટે અંતિમ ઓવરમાં ક્રિસ મોરિસે શાનદાર બેટિંગ કરી જેના કારણે ટીમ આ સન્માનજનક સ્કોર સુધી પહોંચી શકી.
પરંતુ જે ખેલાડી સૌથી વધારે ચર્ચામાં છે તે છે યુજવેન્દ્ર ચહલ. ચહલે શાનદાર સ્પેલ નાંખતા 10 ઓવરમાં માત્ર 51 રન આપ્યા અને 4 વિકેટ ઝડપી હતી. તેની આ શાનદાર બોલિંગથી સાઉથ આફ્રિકાનું મિડલ ઓર્ડર સંપૂર્ણ નિષ્ફળ ગયું હતું અને એક મોટો સ્કોર બનાવવામાં નિષ્ફળ રહ્યા.
પરંતુ સૌથી ખાસ વાત એ રહી કે ટીમ ઇન્ડિયા માટે લગભગ 3 વર્ષથી રમી રહેલ ચહલ પ્રથમ વખત વર્લ્ડકપમાં રમવા માટે ઉતર્યા અને પ્રથમ મેચમાં જ રેકોર્ડ બનાવી નાંખ્યો. ભારત માટે વર્લ્ડકપમાં ડેબ્યૂ કરતાં સૌથી વધારે સફલ સ્પેલ ફેંકનાર બીજો બોલર બની ગયા છે. ચહલે સાઉથ આફ્રિકાના ચાર મોટા બેટ્સમેનને આઉટ કર્યા હતા.
આ યાદીમાં મોહમ્મદ શમી 2015માં પ્રથમ મેચ રમતા 35 રન આપીને 4 વિકેટ સાથે ટોપ પર છે. ચહલે સાઉથ આફ્રિકા વિરૂદ્ધ પોતાની 10 ઓવરમાં 4 વિકેટ તો લીધી પરંતુ શમી કરતાં વધારે એટલે કે 51 રન આપ્યા હતા. જ્યારે આ યાદીમાં ત્રીજા સ્થાન પર દેબાશીષ મોહંતી છે જેણે વર્ષ 1999માં કેન્યા વિરૂદ્ધ 56 રન આપીને 4 વિકેટ લીધી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
દેશ
દુનિયા
Advertisement