શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
પોલાર્ડે રચ્ચો ઈતિહાસ, એક જ T-20 મેચમાં બનાવ્યા બે મોટા રેકોર્ડ
કિરોન પોલાર્ડે 500 ટી20 રમનારો વિશ્વનો પ્રથમ ક્રિકેટર બન્યો હતો. ઉપરાંત ટી-20 ક્રિકેટમાં 10,000 રન પણ પૂરા કર્યા હતા
કોલંબોઃ વેસ્ટ ઈન્ડિઝે ઓપનિંગ બેટ્સમેન લેંડલ સિમન્સના અણનમ 67 રનની ઇનિંગ, આંદ્રે રસેલ (35), કેપ્ટન કીરોન પોલાર્ડ (34)ની શાનદાર ઇનિંગ અને બાદમાં ઓશાને થોમસની 5 વિકેટની મદદથી બુધવારે રાત્રે શ્રીલંકાને પ્રથમ ટી20 મેચમાં 25 રને હાર આપી હતી. વિન્ડિઝે પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં ચાર વિકેટના નુકસાન 196 રન બનાવ્યા હતા. 197 રનના ટાર્ગટેનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમ 19.1 ઓવરમાં 171 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી.
કયા બે રેકોર્ડ બનાવ્યા પોલાર્ડે
આ મેચમાં વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન કિરોન પોલાર્ડે ખાસ ઉપલબ્ધિ મેળવી હતી. તે 500 ટી20 રમનારો વિશ્વનો પ્રથમ ક્રિકેટર બન્યો હતો. ઉપરાંત ટી-20 ક્રિકેટમાં 10,000 રન પણ પૂરા કર્યા હતા. 34 રનની ઈનિંગ રમવાની સાથે જ તે ક્રિસ ગેઇલની ક્લબમાં સામેલ થઈ ગયો હતો. ટી-20 ક્રિકેટમાં 10,000 રન બનાવનારો ગેઇલ પ્રથમ ક્રિકેટર છે, જે બાદ પોલાર્ડે આ સીમા ચિહ્ન હાંસલ કર્યું છે. ટી-20માં પોલાર્ડના નામે 250 વિકેટ પણ છે. ટી-20ના શ્રેષ્ઠ ઓલરાઉન્ડર્સમાં સ્થાન પામતો પોલાર્ડ 17 અલગ અલગ ટીમો તરફથી મેચ રમી ચુક્યો છે.
બે રેકોર્ડનું સેલિબ્રેશન શ્રીલંકા સામે વન ડે શ્રેણીમાં હાર બાદ આ મેચમાં વિન્ડિઝની શાનદાર જીત થઈ હતી. મેચ બાદ પોલાર્ડે કેક કાપીને બે-બે રેકોર્ડનું સેલિબ્રેશન કર્યુ હતું. આ મેચમાં પોલાર્ડ સાથી ખેલાડીઓ તરફથી મળેલી સ્પેશિયલ જર્સી પહેરીને મેદાનમાં ઉતર્યો હતો. આ જર્સી પર તેના નામની સાથે 500 લખ્યું હતું.Kieron Pollard is celebrating his 500th T20 in style! ????
His 15-ball 34 has taken him to 10000 T20 runs ???? #SLvWI pic.twitter.com/SUt23Zy7a1— ICC (@ICC) March 4, 2020
વિશ્વમાં સૌથી વધુ ટી-20 રમનારા ટોપ-3 ખેલાડી વિશ્વમાં સૌથી વધારે ટી-20 રમનારા ખેલાડીઓમાં ટોચના 3 ક્રિકેટર વેસ્ટ ઈન્ડિઝના છે. 500 ટી-20 સાથે પોલાર્ડ પ્રથમ, 453 ટી-20 સાથે ડ્વેન બ્રાવો બીજા અને 404 ટી-20 મેચ સાથે ક્રિસ ગેલ ત્રીજા નંબર પર છે.
Coronavirus: બીમારીથી બચાવતું N-95 માસ્ક કેટલું સુરક્ષિત અને અસરકારક છે ? જાણો Women’s T-20 Worldcup: ભારતે રચ્યો ઈતિહાસ, એક પણ બોલ ફેંકાયા વગર પહોંચ્યું ફાઇનલમાં
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion