શોધખોળ કરો
Advertisement

મુંબઈ ઈન્ડિયન્સને એક જ ઓવરમાં ધરાશાયી કરીને IPLમાં છવાઈ જનારો આ ક્રિકેટર છે કોણ ?

1/6

2/6

જોકે, ઇગ્લેન્ડની ઇન્ટરનેશનલ ટીમમાં સ્થાન મેળવવા માટે રહેલી બોર્ડની શરત આર્ચર માટે સૌથી સમસ્યા છે. વાસ્તવમાં ઇગ્લેન્ડની ટીમમાં રમવા માંગતા કોઇ પણ ખેલાડીએ સાત વર્ષ સુધી ફર્સ્ટ ક્રિકેટ રમવાનું ફરજીયાત છે ત્યારબાદ ઇગ્લેન્ડની ટીમમાં સ્થાન મળે છે. આર્ચર બિગ બેશ લીગમાં હોબાર્ટ હરિકેન્સ તરફથી રમે છે. જેમાં રમતા આર્ચરે 13 મેચમાં 17 વિકેટ ઝડપી હતી. ઇગ્લેન્ડમાં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમતા 20 મેચમાં 89 વિકેટ ઝડપી હતી.
3/6

જોફ્રા આર્ચરનો જન્મ એક એપ્રિલ 1995માં વેસ્ટ ઇન્ડિઝના બારબડોઝમાં થયો હતો. વેસ્ટ ઇન્ડિઝની અંડર-19 ટીમ તરફથી રમી ચૂકેલા આર્ચર વેસ્ટ ઇન્ડિઝ બોર્ડમાં ચાલી રહેલી અનિશ્વિતાઓને પહલે તે બોર્ડથી નિરાશ છે. જેને કારણે તેણે પોતાના મિત્ર ક્રિસ જોર્ડનની સલાહ પર વેસ્ટ ઇન્ડિઝને બદલે ઇગ્લેન્ડ તરફથી રમવાની શરૂઆત કરી. જેને કારણે તેણે સસેક્સ તરફથી રમવાની શરૂઆત કરી.
4/6

આર્ચરે આઇપીએલમાં પોતાની ડેબ્યૂ મેચમાં ઓલરાઉન્ડર પ્રદર્શન કરી સૌ કોઇનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યુ હતું. વેસ્ટ ઇન્ડિઝમાં જન્મેલા આર્ચરે હજુ સુધી એક પણ ઇન્ટરનેશનલ મેચ રમી નથી. પરંતુ તેણે બિગ બેશ લીગમાં કરેલા શાનદાર પ્રદર્શનને કારણે રાજસ્થાન રોયલે આર્ચરને 7.2 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
5/6

વેસ્ટ ઇન્ડિઝમાં જન્મેલા આર્ચરે મુંબઇની ઇનિંગની 19મી ઓવરમાં તરખાટ મચાવતા એક જ ઓવરમાં ફક્ત પાંચ રન આપી ત્રણ વિકેટ ઝડપી હતી. આર્ચરે 19મી ઓવરમાં પ્રથમ બોલ પર કૃણાલ પંડ્યાને પેવેલિયન ભેગો કર્યો હતો. ત્યારબાદ બેટિંગમાં આવેલા હાર્દિક પંડ્યાને ઓવરના ત્રીજા બોલ પર બોલ્ડ કર્યો હતો. બાદમાં સતત બીજા બોલ પર મિશેલ મેકલેઘનને શૂન્ય પર આઉટ કરી હેટ્રિકની તક મેળવી હતી. આ રીતે આર્ચરે શાનદાર બોલિંગ કરી મુંબઇ ઇન્ડિયન્સના બેટ્સમેનોને રન બનાવતા રોકી રાખ્યા હતા.
6/6

મુંબઇઃ ઇન્ડિયન પ્રિમિયર લીગની 11મી સીઝનમાં ગઇકાલે મુંબઇ ઇન્ડિયન્સ સામે રાજસ્થાન રોયલ્સનો ત્રણ વિકેટે વિજય થયો હતો. રાજસ્થાનની રોમાંચક જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવનારા જોફ્રા આર્ચરને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. જોફ્રાએ આઇપીએલની ડેબ્યૂ મેચમાં જ તરખાટ મચાવતા ચાર ઓવરમાં ફક્ત 22 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. એક સમયે એવું લાગતું હતું કે મુંબઇ સરળતાથી 200નો સ્કોર પાર કરી દેશે પરંતુ આર્ચરે શાનદાર બોલિંગ કરી મુંબઇની ટીમને 167 રન પર રોકી રાખી હતી.
Published at : 23 Apr 2018 10:32 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
શિક્ષણ
બિઝનેસ
ક્રિકેટ
દેશ
Advertisement
