શોધખોળ કરો
Advertisement
(Source: Poll of Polls)
ઇંગ્લેન્ડનું વર્લ્ડકપનું ટાઈટલ છીનવાઈ જશે? ઓવરથ્રોને લઈને MCC કરશે....
MCCએ પોતાના નિવેદનમાં કહ્યું, વર્લ્ડ ક્રિકેટ સમિતિએ ઓવર થ્રોથી સંબંધિત કાયદા 19.8 પર વિચાર કર્યો છે.
નવી દિલ્હીઃ મેરિલબોન ક્રિકેટ ક્લબ (એમસીસી)એ જાહેરાત કરી છે કે ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડની વચ્ચે લંડનના લોર્ડ્સમાં રમાયેલ વર્લ્ડકપ 2019ના ફાઈનલમાં ઓવરથ્રોની સમીક્ષા કરવામાં આવશે. ક્રિકેટના નિયમ બનાવતી સંસ્થા એમસીસી આ વર્ષે સપ્ટેમ્બરમાં વર્લ્ડકપની 12મી સીઝનના ફાઈનલમાં માર્ટિન ગપ્ટિલના થ્રો પર બેન સ્ટોક્સને આપવામાં આવેલ 6 રનની સમીક્ષા કરશે.
MCCએ પોતાના નિવેદનમાં કહ્યું, વર્લ્ડ ક્રિકેટ સમિતિએ ઓવર થ્રોથી સંબંધિત કાયદા 19.8 પર વિચાર કર્યો છે. આવું આઈસીસી ક્રિકેટ વર્લ્ડકપ 2019ની ફાઈનલને ધ્યાનમાં રાખીને કરાયું છે. WCCનું માનવું છે કે કાયદો સ્પષ્ટ છે, પરંતુ આ મામલાની સમિક્ષા સપ્ટેમ્બર 2019માં કરાશે.
નોંધનીય છે કે, ન્યૂઝીલેન્ડની ટીમ અંતિમ ઓવરમાં થ્રોથી ચાર રન મળવા પર હેરાન હતી. ઈંગ્લેન્ડને આ રનની મદદથી સુપર ઓવર બાદ વધારે બાઉન્ડ્રી મારવાના કારણે વર્લ્ડકપ વિજેતા જાહેર કરાઈ હતી. ઉલ્લેખનીય છે કે MCCના આ નિવેદનથી ઈંગ્લેન્ડના વર્લ્ડકપ ટાઈટલને કોઈ નુકસાન થતું દેખાઈ રહ્યું નથી. જે ફેન્સ માટે સારી બાબત છે. હવે જોવાનું રહેશે કે સપ્ટેમ્બરમાં MCC શું નિર્ણય લે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion