શોધખોળ કરો
Advertisement
અમ્પાયર કુમાર ધર્મસેનાએ ખોલી ક્રિકેટર બેન સ્ટોક્સની પોલ, કહ્યું- ઓવર થ્રો માટે.....
વર્લ્ડકપ ફાઈનલમાં બેન સ્ટોક્સે અમ્પાયરને ઓવર થ્રોના રન ન આપવા માટે અપીલ કરી હતી.
નવી દિલ્હીઃ શ્રીલંકન અમ્પાયર કુમાર ધર્મસેનાને વર્લ્ડકપ ફાઈનલમાં એક ઓવર થ્રોને કારણે ટીકાનો સામનો કરવો પડ્યો હતો. કુમાર ધર્મસેનાએ ઇંગ્લેન્ડને 1 રન એક્સ્ટ્રા આપ્યો. બેન સ્ટોક્સે બીજો રન દોડીને પૂરો કર્યો અને થ્રો બેટ સાથે લાગીને બાઉન્ડ્રી પાર ચાલ્યો ગયો હતો. આ રીતે નિયમ અનુસાર 5 રન મળવા જોઈતા હતા, પરંતુ અમ્પાયરે 6 રન આપ્યા અને મેચનું પરિણામ બદલાઈ ગયું.
પહેલા મીડિયામાં એવા અહેવાલ આવ્યા હતા કે, વર્લ્ડકપ ફાઈનલમાં બેન સ્ટોક્સે અમ્પાયરને ઓવર થ્રોના રન ન આપવા માટે અપીલ કરી હતી. જોકે કુમાર ધર્મસેનાએ સ્ટોક્સના જુઠ્ઠાણાની પોલ ખોલી નાખી છે. કુમાર ધર્મસેનાએ બ્રિટિશ મીડિયાને ખોટું ગણાવાત કહ્યું કે, બેન સ્ટોક્સે એક્સ્ટ્રા રન ન આપવા અંગે કોઈ વાત કરી ન હતી.
કુમાર ધર્મસેનાએ કહ્યું કે, મેં નિર્ણય સાથી અમ્પાયર મરેસ ઈરામસ સાથે વાત કરીને લીધો હતો. હું 100 ટકા આશ્વત હતો કે, બેટ્સમેનોએ એકબીજાને ક્રોસ કર્યા હતા. પણ એવું નથી કે, બેન સ્ટોક્સે એક્સ્ટ્રા રન ન આપવા માટે કહ્યું હતું. એ એકદમ ખોટું છે, બેન સ્ટોક્સ આવું કાંઈ પણ બોલ્યો ન હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
દેશ
રાજકોટ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion