શોધખોળ કરો
Advertisement
World Cup: આવા રંગની જર્સીમાં જોવા મળશે ટીમ ઇન્ડિયા, સામે આવી તસવીર
હાલ નવી જર્સીનો ફ્રન્ટ લુક સામે આવ્યો નથી. જોકે IANSએ આ નવી જર્સીના પાછળના ભાગનો એક ફોટો જાહેર કર્યો છે.
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના ફેન્સ અને મીડિયા જે વાતને લઈને ઉત્સુક હતી કે ટીમ ઇન્ડિયા વર્લ્ડકપમાં કેવા રંગની જર્સીમાં જોવા મળશે તેના પરથી પડદો ઉઠી ગયો છે. ટીમ ઇન્ડિયા માટે જે જર્સીની પસંદગી કરવામાં આવી છે તે ઓરેન્જ કલરની હશે.
IANSના અહેવાલ પ્રમાણે વર્લ્ડ કપ 2019નાં ટીમ ઇન્ડિયા કેટલીક મેચોમાં આ ભગવા જર્સીમાં જોવા મળી શકે છે. કારણ કે આઈસીસીએ જર્સીને લઈને અલગ નિયમો બનાવ્યા છે.
હાલ નવી જર્સીનો ફ્રન્ટ લુક સામે આવ્યો નથી. જોકે IANSએ આ નવી જર્સીના પાછળના ભાગનો એક ફોટો જાહેર કર્યો છે.
આઈસીસીના નિયમો પ્રમાણે યજમાન ટીમ જ્યારે આઈસીસીની ઇવેન્ટમાં ભાગ લેશે ત્યારે પોતાની જર્સી બદલશે. ઇંગ્લેન્ડે પોતાની જર્સી બદલાવી છે. ભારત અને ઇંગ્લેન્ડની બ્લૂ જર્સી છે. જેથી ઇંગ્લેન્ડ સામેના મુકાબલા દરમિયાન ટીમ ઇન્ડિયાએ પણ પોતાની જર્સી બદલવી પડશે. કારણ કે બંનેની જર્સી બ્લૂ કલરની છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
ગુજરાત
ગાંધીનગર
લાઇફસ્ટાઇલ
Advertisement