શોધખોળ કરો
Advertisement
વર્લ્ડકપ પહેલા ટીમ ઈન્ડિયા માટે ખુશખબર, કેદાર જાધવ થયો ફિટ જાહેર
આઈપીએલમાં રમતી વખતે ઇજાગ્રસ્ત જાહેર થયેલા કેદાર જાધવને ફિટ જાહેર કરવામાં આવ્યો છે અને તે ટીમ ઈન્ડિયા સાથે 22 મેના રોજ લંડનની ઉડાન ભરશે. ઇજાના કારણે જાધવનું વર્લ્ડકપમાં રમવું શંકાસ્પદ માનવામાં આવતું હતું.
નવી દિલ્હીઃ ક્રિકેટનો મહાકુંભ શરૂ થવાને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. આ સંજોગોમાં ભારત માટે ખુશખબર આવ્યા છે. આઈપીએલમાં રમતી વખતે ઇજાગ્રસ્ત જાહેર થયેલા કેદાર જાધવને ફિટ જાહેર કરવામાં આવ્યો છે અને તે ટીમ ઈન્ડિયા સાથે 22 મેના રોજ લંડનની ઉડાન ભરશે. ઇજાના કારણે જાધવનું વર્લ્ડકપમાં રમવું શંકાસ્પદ માનવામાં આવતું હતું પરંતુ હવે તે સંપૂર્ણ ફીટ થઈ ચુક્યો છે.
રિપોર્ટ્સ પ્રમાણે કેદાર જાધવે 16 મેના રોજ ફિટનેસ ટેસ્ટ આપી હતી અને તેણે આ ટેસ્ટ પાસ કરી લીધી છે. ટીમ ઈન્ડિયાના ફિઝિયો પૈટ્રિક ફરહાર્ટે બીસીસીઆઈને તેનો રિપોર્ટ સોંપ્યો છે અને આ રિપોર્ટમાં કેદાર જાધવને ફિટ જાહેર કરવામાં આવ્યો છે.
કેદાર જાધવ વર્લ્ડકપમાં ભારતીય ટીમ માટે મહત્વની ભૂમિકા નીભાવી શકે છે. તે 6 નંબર પર બેટિંગ અને પાર્ટ ટાઇમ બોલિંગ પણ કરે છે. આ નંબર પર તેનો રેકોર્ શાનદાર રહ્યો છે. 59 વન ડેમાં 4348ની સરેરાશથી 1145 રન બનાવ્યા છે. જેમાં બે સદી અને પાંચ અડધી સદી પણ સામેલ છે. ઉપરાંત 5.15ની સરેરાશથી 27 વિકેટ ઝડપી છે. જાધવની આ ક્ષમતાના કારણે તેને વર્લ્ડકપ 2019ની ટિકિટ મળી છે.
કેદાર જાધવ વિશ્વના સૌથી ઉપયોગી ક્રિકેટરોના લિસ્ટમાં ટોપ છે. તેના રમતી વખતે ટીમ ઈન્ડિયાની જીતની ટકાવારી 80.39 છે. જે વિશ્વના કોઇપણ ક્રિકેટરોનું ટીમમાં શ્રેષ્ઠ યોગદાન છે. કેદાર જાધવ બાદ આ લિસ્ટમાં વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ ક્રિકેટર એન્ડી રોબર્ટ્સ, ઓસ્ટ્રેલિયાના પૂર્વ ઓલરાઉન્ડર એન્ડ્રૂ સાયમન્ડ્સ અને વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ ક્રિકેટર લેરી ગોમ્સનો નંબર આવે છે.
ICC વર્લ્ડકપની પેનલમાં ભારતના ક્યા ત્રણ કોમેન્ટેટર્સને મળ્યું સ્થાન, જાણો વિગત
કયા ક્રિકેટરની પત્ની સાથે ધોળા દિવસે લૂંટારૂએ લૂંટ ચલાવી, ક્રિકેટરનું નામ જાણીને ચોંકી જશો
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દુનિયા
સમાચાર
બિઝનેસ
Advertisement