શોધખોળ કરો
Advertisement
ટીમ ઈન્ડિયાને લાગી શકે છે વધુ એક મોટો ફટકો, ઈંગ્લેન્ડ સામેની મેચ દરમિયાન ઘાયલ થયો આ ભારતીય બેટ્સમેન, જાણો વિગત
ઈંગ્લેન્ડ સામે પ્રથમ ઈનિંગ દરમિયાન ટીમ ઈન્ડિયાનો ઓપનિંગ બેટ્સમેન લોકેશ રાહુલ ઈજાગ્રસ્ત થયો હતો. લોકેશ રાહુલ જોની બેયરસ્ટોએ ફટકારેલા શોટ પર કેચ પકડવાના પ્રયાસમાં ગબડી પડ્યો હતો.
નવી દિલ્હીઃ વર્લ્ડકપ 2019ના 38મા મુકાબલામા ઈંગ્લેન્ડ સામે પ્રથમ ઈનિંગ દરમિયાન ટીમ ઈન્ડિયાનો ઓપનિંગ બેટ્સમેન લોકેશ રાહુલ ઈજાગ્રસ્ત થયો હતો. લોકેશ રાહુલ જોની બેયરસ્ટોએ ફટકારેલા શોટ પર કેચ પકડવાના પ્રયાસમાં ગબડી પડ્યો હતો. જે બાદ તેને તાત્કાલિક મેદાનથી બહાર લઈ જવામાં આવ્યો હતો.
આ ઘટના ઈંગ્લેન્ડની ઈનિંગની 16મી ઓવરમાં બની હતી. ચહલની ઓવરના ત્રીજી બોલ પર બેયરસ્ટોએ લોંગ ઓન પર શોટ ફટકાર્યો હતો. આ શોટને રોકવા માટે બાઉન્ડ્રી પર ઉભેલા લોકેશ રાહુલે હવામાં છલાંગ લગાવી હતી. પરંતુ તે બોલને પકડી શક્યો નહોતો. આ બોલ બાઉન્ડ્રીની બહાર જતો રહ્યો હતો અને સિક્સની મદદથી બેયરસ્ટોએ અડધી સદી પૂરી કરી હતી.
બોલ રોકવાના પ્રયત્નમાં તે જમીન પર ગબડી પડ્યો હતો અને ઘાયલ થયો હતો. જોકે તેમ છતાં ફિલ્ડિંગ કરતો રહ્યો પરંતુ દર્દના કારણે પરેશાન જોવા મળ્યો હતો. થોડીવાર બાદ ટીમના ફિઝિયો પેટ્રિક સાથે મેદાન બહાર જતો રહ્યો હતો. ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા રાહુલની ઈજા પર કહેવામાં આવ્યું કે તેની સારવાર ચાલુ છે અને તે જલદી ઠીક થઈને મેદાન પર વાપસી કરી લેશે.
રાહુલની જગ્યાએ ફિલ્ડિંગ કરવા આવેલા જાડેજાએ કુલદીપની ઓવરમાં રોયનો શાનદાર કેચ પકડીને ટીમ ઈન્ડિયાને 22 ઓવર બાદ પ્રથમ સફળતા અપાવી હતી.BCCI: KL Rahul landed on his back while attempting to take a catch. He is being treated and assessed & is expected to be back. #CWC19 #INDvENG (file pic) pic.twitter.com/rYblwVql3Q
— ANI (@ANI) June 30, 2019
વર્લ્ડકપ 2019: ઈંગ્લેન્ડ સામે ટીમ ઈન્ડિયા એક,બે નહીં ચાર વિકેટકિપર સાથે ઉતર્યું, જાણો વિગત વર્લ્ડકપઃ કોહલીને આઉટ કરવાની ચેલેન્જ આપનારા અંગ્રેજ ખેલાડીને ટીમમાં જ ન મળ્યું સ્થાન, જાણો વિગત વલસાડમાં આખે આખો બ્રિજ તુટીને પાણીમાં તણાયો, જુઓ વીડિયો#CWC19 KL Rahul has stepped out of the field (due to injury) Ravindra Jadeja comes to takes his place. #INDvENG pic.twitter.com/M0oEbUgRZ2
— ANI (@ANI) June 30, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
સમાચાર
બિઝનેસ
ગુજરાત
Advertisement