શોધખોળ કરો
વર્લ્ડકપઃ ભુવનેશ્વરના સ્થાને ટીમ ઈન્ડિયાને આ બોલર કરાવશે નેટ પ્રેક્ટિસ, જાણો વિગત
નવદીપ સૈની માંચેસ્ટર આવી પહોંચ્યો છે અને ટીમ ઈન્ડિયાને પ્રેક્ટિસ કરાવી રહ્યો છે. બીસીસીઆઈ મીડિયા સેલ દ્વારા તેના સત્તાવાર વોટ્સએપ ગ્રુપમાં જણાવ્યા મુજબ, તે માત્ર નેટ બોલર તરીકે જ અહીં આવ્યો છે.

નવી દિલ્હીઃ ભુવનેશ્વર કુમારની હાર્મસ્ટ્રિંગ ઇન્જરીના કારણે ભારતીય ટીમની મુશ્કેલીમાં વધારો થયો હતો. જેના કારણે ટીમ મેનેજમેન્ટ દ્વારા ભારત-A ટીમના ખેલાડી નવદીપ સૈનીને નેટ બોલર તરીકે મોલ્યો છે. નવદીપ સૈની માંચેસ્ટર આવી પહોંચ્યો છે અને ટીમ ઈન્ડિયાને પ્રેક્ટિસ કરાવી રહ્યો છે. બીસીસીઆઈ મીડિયા સેલ દ્વારા તેના સત્તાવાર વોટ્સએપ ગ્રુપમાં જણાવ્યા મુજબ, તે માત્ર નેટ બોલર તરીકે જ અહીં આવ્યો છે. ભુવનેશ્વર કુમાર ઈજાના કારણે 2-3 મેચ માટે બહાર થઈ ગયો છે. પરંતુ હજુ સુધી તેની ઈજા કેટલી ગંભીર છે તે સ્પષ્ટ થઈ શક્યું નથી. તેણે હળવી કસરતો શરૂ કરી છે પરંતુ ફિઝિયો પેટ્રિક ફરહાટ દ્વારા આપવાં આવેલી કસરતો કરતી વખતે સહજ અનુભવતો નથી. નોટિંઘમ સુધી ખલીલ અહમદ ભારતનો નેટ બોલર હતો પરંતુ આગામી મહિને વેસ્ટ ઈન્ડિઝ એ સામે શરૂ થતી શ્રેણી માટે પરત ફર્યો છે. સામાન્ય રીતે એ ટીમના બોલરોને જો કોઈ મેચ રમવાની ન હોય તો તેઓ સિનિયર ટીમ સાથે પ્રવાસ કરતા હોય છે. સૈની ભારતનો ભાવિ ફાસ્ટ બોલર છે અને તે ટોપ ઓર્ડરને સારી પ્રેક્ટિસ કરાવી શકે તેમ માનવામાં આવે છે. સૈની આઈપીએલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમે છે. વર્લ્ડકપઃ બાંગ્લાદેશ માટે શાકિબ અલ હસને રચ્યો ઈતિહાસ, જાણો વિગત પ્રેગનન્સિના 26માં સપ્તાહે જિમમાં વર્કઆઉટ કરતી જોવા મળી બોલીવુડની આ હોટ એક્ટ્રેસ, તસવીર થઈ વાયરલ અમરેલી: બાબરામાં ધીમીધારે શરૂ થયો વરસાદ, જુઓ વીડિયો
વધુ વાંચો





















