Wrestling Protest: 'બંધ રૂમમાં થાય છે મહિલા કુસ્તીબાજોનું શોષણ', કુસ્તીબાજોનો દાવો- 'અમારી પાસે છે તમામ પુરાવા'
વિનેશ ફોગાટે ગત દિવસે રમતગમત મંત્રાલયના અધિકારીઓ સાથેની વાતચીત બાદ મોટું નિવેદન આપ્યું હતું
Vinesh Phogat On Protest: ભારતીય રેસલિંગ ફેડરેશનના પ્રમુખ અને બીજેપી સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ પર મહિલા કુસ્તીબાજોની જાતીય સતામણીનો આરોપ લાગ્યો છે. ઓલિમ્પિયન વિનેશ ફોગાટની આગેવાની હેઠળ જંતર-મંતર પર બીજેપી સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ શુક્રવારે (20 જાન્યુઆરી) પણ વિરોધ યથાવત છે. મળતી માહિતી મુજબ, કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુર ફરી એકવાર ખેલાડીઓને મળશે.
ખેલાડીઓની જાતીય સતામણી જેવા ગંભીર આરોપોનો સામનો કરી રહેલા રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહે શુક્રવારે પ્રેસ કોન્ફરન્સ બોલાવી છે. આ પ્રેસ કોન્ફરન્સમાં બ્રિજ ભૂષણના આરોપો અંગે પણ મોટો ખુલાસો થાય તેવી શક્યતા છે.
બંધ રૂમમાં થતું હતું શોષણ - વિનેશ ફોગાટ
વિનેશ ફોગાટે ગત દિવસે રમતગમત મંત્રાલયના અધિકારીઓ સાથેની વાતચીત બાદ મોટું નિવેદન આપ્યું હતું અને કહ્યું હતું કે જ્યારે શોષણ થાય છે ત્યારે બંધ રૂમમાં થાય છે અને રૂમમાં કેમેરા નથી હોતા. જે યુવતીઓનું શોષણ થયું તે પોતે જ સાબિતી છે. મીડિયા સાથેની વાતચીતમાં વિનેશ ફોગાટે આરોપ લગાવ્યો હતો કે લખનઉમાં નેશનલ કેમ્પનું આયોજન કરવાનું શું કારણ છે? વિનેશ ફોગાટે દાવો કર્યો હતો કે લખનઉમાં રાષ્ટ્રીય શિબિરમાં મહિલા કુસ્તીબાજોનું યૌન શોષણ થાય છે. લખનઉમાં રાષ્ટ્રીય શિબિરમાં ઘણા કોચ અને WFI પ્રમુખે પણ મહિલા રેસલર્સનું જાતીય શોષણ કર્યું છે.
જો કે, તેમણે સ્પષ્ટતા કરી કે તેણે આવા શોષણનો સામનો કર્યો નથી. વિનેશ ફોગાટે આરોપ લગાવ્યો હતો કે મહિલા રેસલર્સને માનસિક અને શારીરિક રીતે ટોર્ચર કરવામાં આવે છે. બ્રિજભૂષણ શરણ સિંહ પર આરોપ લગાવતા તેમણે કહ્યું કે કેટલીક મહિલાઓ WFI પ્રમુખના કહેવા પર મહિલા રેસલર્સનો સંપર્ક કરે છે. તેણે દાવો કર્યો કે તેનું લખનઉમાં એક ઘર છે, જેના કારણે તે ત્યાં કેમ્પનું આયોજન કરે છે. જેથી છોકરીઓનું શોષણ સરળતાથી થઈ શકે. તેણે દાવો કર્યો હતો કે બંધ રૂમમાં મહિલા રેસલરોનું શોષણ થાય છે.
અમારી પાસે તમામ પુરાવા છે, પરંતુ તેને સાર્વજનિક કરીશું નહીં - વિનેશ ફોગાટ
મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગાટે આરોપ લગાવ્યો છે કે WFI પ્રમુખ મહિલા કુસ્તીબાજોના અંગત જીવનમાં અને સંબંધોમાં દખલ કરવાનો પ્રયાસ કરે છે. મીડિયા સાથેની વાતચીતમાં કુસ્તીબાજોએ દાવો કર્યો હતો કે તેમની પાસે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ વિરુદ્ધ તમામ પુરાવા છે. તેમણે કહ્યું કે તેઓ 5-6 છોકરીઓ છે જાણે છે જેનું જાતીય શોષણ થયું છે અને તે સાબિત કરવા માટે પુરાવા છે. જો કે, તે પુરાવાઓ સાર્વજનિક કરવા માંગતા નથી. કુસ્તીબાજોએ કહ્યું કે અમે આ મામલે કેસ દાખલ કરીશું અને બ્રિજભૂષણ શરણ સિંહનું રાજીનામું લઇશું અને જેલમાં મોકલીશું.