શોધખોળ કરો
સુરતમાં ભાજપના ધારાસભ્યની ઓફિસમાં બે મહિલા કાર્યકરો વચ્ચે છૂટા હાથની મારામારી, એકબીજાના મંગળસૂત્ર-ચેઈન તોડી નાખ્યાં
1/4

ઝઘડો ઉગ્ર બની જતાં બંને મારામારી પર ઉતરી આવ્યા હતા. આ તકરારમાં બંને મહિલા અગ્રણીઓએ એકબીજાના અછોડા અને મંગળસૂત્ર પણ તોડી નાંખ્યા હતા. જાહેરમાં બે મહિલા અગ્રણી બાખડવાના કારણે હાલ આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. આ બનાવ અંગે બંનેએ એકબીજા સામે સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ઝઘડા પાછળનું કોઈ કારણ હજી બહાર આવ્યું નથી.
2/4

મહિલા મોરચાના મંત્રી કોમલ ગેવરિયા અને મંજૂલા શિરોયા ઉગ્ર બોલાચાલી બાદ ઝપાઝપી પર ઉતરી આવી હતી. આ બંનેએ એકબીજાના મંગળસૂત્ર અને સોનાની ચેઈન તોડી નાંખ્યા હતા. વાત આટલેથી નહોતી અટકી. બે પૈકી એક મહિલા સરથાણા પોલીસ મથકમાં અરજી કરવા પહોંચી ગઈ હતી.
Published at : 23 Aug 2018 10:55 AM (IST)
View More





















