સુરતના પલસાણા ચાર રસ્તા પાસે બુધવારે મોડી રાત્રે આશરે ત્રણ વાગે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર સાત લોકો પૈકી ત્રણનાં મોત નીપજ્યાં હતા. અકસ્માત થતાં હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો.
2/3
મળતી માહિતી પ્રમાણે કારમાં કુલ 7 લોકો સવાર હતા અને આ પરિવાર સુરતથી શિરડી સાંઈ મંદિર દર્શન કરવા જઈ રહ્યો હતો. જેને અકસ્માત નડતાં 3 લોકોનાં મોત નીપજ્યાં છે. ત્રણના મોત અંગે જાણ થતાં પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી.
3/3
સુરતના પલસાણા ચાર રસ્તા પાસે બુધવારે મોડી રાત્રે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં 3 લોકોનાં મોત નીપજ્યાં હતા જ્યારે બે લોકોને ગંભીર ઈજાઓ થઈ હતી. જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.