શોધખોળ કરો
કથીરિયા છૂટ્યો નથી ત્યાં ‘પાસ’ના વધુ એક ટોચના નેતા અને 5 કાર્યકરોની ધરપકડ, જાણો કોને કોને જેલમાં ધકેલાયા ?
1/4

સુરતઃ પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના કન્વિનર અલ્પેશ કથીરિયાને જેલમાંથી છોડાવવા પાટીદાર આગેવાનો મથી રહ્યાં છે ત્યાં હવે ‘પાસ’ના વધુ એક ટોચના નેતા અને 5 કાર્યકરોને જેલમાં ધકેલી દેવાયા હતા. પોલીસે સુરતમાં ‘પાસ’ કન્વીનર ધાર્મિક માલવિયા અને અન્ય 5 કાર્યકરોની ધરપકડ કરી હતી.
2/4

પુણા પોલિસે મહેન્દ્ર બાલધા, તુષાર કાછડીયા, યોગેશ કુંભાણી, આકાશ વાટલીયા અને મૌલિક નસીતની ધરપકડ કરી હતી. પાસ કન્વિનરો સામે એકતા યાત્રા દરમિયાન પીએમ, સીએમ અને ડેપ્યુટી સીએમના પોસ્ટર પર શાહી ફેંકવાનો ગુનો નોંધવામાં આવ્યો હતો. આ ગુનામાં સરથાણા પોલીસે ધાર્મિક માલવિયાની ધરપકડ કરી હતી.
Published at : 29 Nov 2018 10:07 AM (IST)
View More





















